‘ખતરો કે ખિલાડી-10’ જીતીને અભિનેત્રી કરિશ્મા તન્નાએ ઇતિહાસ રચી નાખ્યો છે. તે આ શો જીતનારી પહેલી મહિલા કન્ટેસ્ટન્ટ છે. પોતાની જીત પર કરિશ્મા ભાવુક થઇ ગઈ હતી અને પોતાનું દર્દ રજુ કર્યું હતું.

શો ની વિજેતા બનેલી કરિશ્માના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે લોકો કહેતા કે આ છોકરી સાથે કોણ લગ્ન કરશે! કરિશ્માએ ઇન્સ્ટગ્રામ પર પોસ્ટ લખીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.

કરિશ્માએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે,” આજે જયારે મેં આ ટ્રૉફી મારા હાથમાં લીધી છે તો એવું લાગી રહ્યું છે જે જાણે જે મેં મારી માં ના સપનાઓને થામીને રાખ્યું છે”.

કરિશ્માએ આગળ લખ્યું કે,”એક પારંપરિક ગુજરાતી પરિવારથી હોવાને લીધે મારે પહેલા તો એવું સાંભળવું પડતું હતું કે તે આ બધું ન કરી શકે. લોકો કહેતા હતા કે હું આ બધું શા માટે કરવા માંગુ છું! શા માટે બીજું કઈ નથી કરતી! થોડું ભણી ગણીને સારી નોકરી અને લગ્ન શા માટે નથી કરતી! એવામાં મારી સાથે કોણ લગ્ન કરશે!”

કરિશ્માએ આગળ કહ્યું કે,”બધા કહેતા હતા કે આ પુરુષોની દુનિયા છે, તે બધું કેવી રીતે કરી શકશે. તેનો કોઈ ગોડફાથર પણ નથી, કોઈ કનેક્શન પણ નથી. હા, મારી પાસે આમાનું કંઈપણ ન હતું, પણ મારી પાસે તે હતું, જે તે દરેક યુવા છોકરાઓ કે છોકરીઓ પાસે છે જે સેફટી જૉનથી બહાર નીકળીને કંઈક કરવા માગે છે. આ છે અસફળતાની આગળ જોવાની લલક અને ભરોસો. તમારા મિત્રો, અને ચાહકો, તમારી માં ની આંખોમા આશીર્વાદ”.

મને ગર્વ છે કેમ કે મેં માનસિક, શારીરિક અને ટેકનીકી સ્વરૂપે ખુબ મહેનત કરી છે. મેં પોતાને એ વિશ્વાસ અપાવ્યો કે આપણે બધા અહીં મહેનત કરી રહ્યા છીએ અને કોઈ એક જ જીતશે, પણ આ અનુભવ મને મજબૂત બનાવશે.બેસ્ટ બનાવશે”.

કરિશ્માએ વિનરની ટ્રોફી હાથમાં લેવાના સમયે પોતાના અહેસાસ વિશે લખ્યું કે,”ત્યારે હું માત્ર મારા સાથીઓના પ્રેમને મહેસુસ કરી શકતી હતી. મારા દરેક સાથીઓ મારી પાસે આવ્યા, કોઈના મનમાં કોઈ દ્વેષ ન હતો. હું મારી માં ના સ્મિતને અનુભવી રહી હતી, કેમ કે તે જાણતી હતી કે મેં મારી જાતે કેવી લડાઈ લડી છે”.

કરિશ્માએ આગળ લખ્યું કે તે એક ક્ષણમાં તે મહેસુસ કરી રહી હતી કે તેના પિતા તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તે ગર્વથી જોઈ રહ્યા હતા”.
છેલ્લે કરિશ્માએ લખ્યું કે,”તે એક ક્ષણમાં હું માત્ર પ્રેમ અને કૃતજ્ઞતાને મહેસુસ કરી રહી હતી. આ એક હળવી ઝલક છે આગળ હજી ઘણું વધારે છે.એ બધાનો ખુબ આભાર અને ખુબ ખુબ પ્રેમ, જેમણે મારા માટે દુવા કરી છે”.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.