મનોરંજન

કરિશ્મા તન્નાનો સ્વિમિંગ પૂલમાં મનાવ્યો જન્મદિવસ, કેક સાથે હોટ અને બોલ્ડ 10 તસ્વીરો જુઓ

ટીવી ઉદ્યોગમાં એક મોટું નામ અભિનેત્રી કરિશ્મા તન્ના, છે જે બોલિવૂડમાં પણ પોતાની હાજરી નોંધાવતી રહે છે અને તેના કામની ચર્ચાઓ થતી રહે છે. ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે, તે કોઈ સીરીયલને કારણે નહીં પરંતુ તાજેતરની તસ્વીરોને કારણે તે ચર્ચાનો વિષય બની છે.

21 ડિસેમ્બર 2019ના રોજ કરિશ્માએ તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમય દરમિયાન અભિનેત્રી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો પણ શેર કરવામાં આવી છે. આ તસ્વીરોમાં કરિશ્મા ખૂબ જ સુંદર લાગી રહી છે. સુપરનૈચરલ ટીવી શો નાગિન-2 થી ફેમસ થનારી અભિનેત્રી કરિશ્મા તન્ના મોટાભાગે પોતાની તસ્વીરો અને વીડિયોને લીધે ચર્ચામાં રહે છે. કરિશ્મા ટીવીની હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે અને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

પ્રખ્યાત સિરીઝ ‘નાગિન’ ની ત્રીજી સીઝનમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળેલી આ ટેલિવિઝન અભિનેત્રી પણ પોતાના બીઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને મસ્તી કરતી જોવા મળી રહી છે. કરિશ્માએ કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તે વિવિધ પોઝમાં તસ્વીરો ક્લિક કરાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન, કરિશ્મા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ પણ માણતી દેખાઈ રહી છે.

કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું છે – હેપ્પી બર્થડે ટૂ મી. કરિશ્મા તેના જન્મદિવસ પ્રસંગે માલદિવ્સ ફરવા ગઈ છે અને ત્યાં પોતાની જાત સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. આ તસ્વીરોમાં કરિશ્મા લાલ રંગના સ્વીમસ્યુટમાં જોવા મળી રહી છે. કરિશ્માની આ તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ સમય દરમિયાન તે બીચ પર મસ્તીથી ભરેલી પળોનો આનંદ લેતી જોવા મળી હતી.

કરિશ્માને તેના જન્મદિવસ પર ચાહકો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મળી. બોલ્ડ સ્ટાઈલમાં કરિશ્માના જન્મદિવસની ઉજવણી પણ તેના પ્રશંસકોને પસંદ આવી રહી છે. આ પહેલા કરિશ્માએ પ્રિ-ક્રિસ્મસ ઉજવણીની તસ્વીરો શેર કરી હતી, જેમાં તે ક્રિસમસના ડેકોરેશન સાથે પોઝ આપતી જોવા મળી હતી.તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાખો ફોલોઅર્સ છે અને તેને યથાવત રાખવા માટે તે હંમેશા પોતાની સ્ટાઈલિશ તસ્વીરો ફૈન્સ માટે પોસ્ટ કરતી રહે છે. એવામાં એક વાર ફરીથી કરિશ્માએ પોતાની હોટ તસ્વીર શેર કરીને સનસની મચાવી દીધી છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી વર્ષ 2018માં સંજય દત્તની બાયોપિક સંજુમાં જોવા મળી હતી. ટીવી સિરિયલોની વાત કરીએ તો તે લોકપ્રિય સિરિયલ નાગિન 3નો ભાગ પણ રહી ચૂકી છે. તે બીજી વાર ‘નાગિન’ તરીકે નાના પડદે દેખાવા જઈ રહી છે, તે પહેલાં તે ‘નાગાર્જુન – એક યોદ્ધા’ માં દેખાઈ ચૂકી છે. તસ્વીરોમાં કરિશ્માનો એકદમ હોટ અને બોલ્ડ અવતાર દેખાઈ રહ્યો છે. કરિશ્માએ બ્લેક કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી રાખ્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. કરિશ્માનો આવો અંદાજ ફૈન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.