ટીવીની નાગિન કરિશ્મા તન્નાએ સુરતીઓને કરાવી મોજ, બોલિવુડ ગીતો પર સુપર પર્ફોર્મન્સ આપી પેપરાજી સાથે કરી જન્મદિવસની ઉજવણી

ટીવીની નાગિન અને ખૂબસુરત અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસોમાં તેના લગ્નની ખબરોને લઇને ઘણી ચર્ચામાં છે. 21 ડિસેમ્બર 1983ના રોજ ગુજરાતી પરિવારમાં જન્મેલી કરિશ્મા તન્ના ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. કરિશ્મા ‘નચ બલિયે’, ‘બિગ બોસ 8’, ‘ઝલક દિખલા જા’ અને ‘ખતરો કે ખિલાડી’ સહિતના ઘણા મોટા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે. અભિનેત્રી ‘ખતરો કે ખિલાડી 10’ ની વિજેતા હતી, અને ત્યારથી તે લાખો દિલો પર રાજ કરી રહી છે. અભિનેત્રી 21મી ડિસેમ્બર 2021ના રોજ 38 વર્ષની થઈ ગઇ છે અને આ ખાસ અવસર પર લોકો તરફથી તેને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. (તસવીરો: ધવલરાજસિંહ ચૌહાણ)

ત્યારે સંજુ ફેમ એકટ્રેસ કરિશ્મા તન્ના હાલમાં જ સુરત આવી હતી. સુરતમાં પ્રાઈવેટ ઈવેન્ટમાં બોલિવૂડ થીમ પર ડાન્સ કરીને કરિશ્માએ લોકોને જૂમાવ્યા હતા. સુરતના જાણીતા પેપરાજી ધલવરાજ સિંહ ચૌહાણ સાથે તેણે જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. સુરતમાં બુધવારે સાંજે ડુમસ રોડ સ્થિતિ એક પાર્ટી પ્લોટમાં પ્રાઈવેટ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખાસ મહેમાન તરીકે નાગીન અભિનેત્રી અને સંજુ ફિલ્મમાં રણબીર કપૂર સાથે કામ કરનારી અભિનેત્રી કરિશ્મા તન્નાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કરિશ્મા તન્નાએ બોલિવૂડ થિમ પર ડાન્સ કર્યો હતો, જેમાં બાદશાહનું જુગનું ,ગેંદાફૂલ ,આંખ સુરમે સે ભર કર તૈયાર કી તેમજ સ્ટ્રીટ ડાન્સરનુ સોન્ગ સામેલ છે. આ બોલિવૂડ થીમની કોરિયોગ્રાફી જાણીતા કોરિયોગ્રાફર સુમિત ખેતાન દ્વારા કરવામાં આવી હતી. સોશ્યિલ મીડિયામાં સતત એકટીવ રહેતી કરિશ્મા તન્નાએ ગુજ્જુરોકસ સાથે ખાસ વાતચીત પણ કરી હતી

કરિશ્મા તન્નાએ જણાવ્યુ હતું કે જેટલું સુરતનું જમવાનું મીઠું છે એટલા લોકો પણ મીઠા છે, તેણે એવી આશા વ્યક્ત કરી હતી કે લોકો સતત પ્રેમ આપતા રહે. કરિશ્મા તન્નાએ મંગળવારે એટલે કે 21 ડિસેમ્બરના રોજ તેનો જન્મદિવસ બોયફ્રેન્ડ અને મંગેતર વરુણ બંગેરા સાથે ઉજવ્યો. આ અવસર પર અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટા જોઈને લાગે છે કે તેના મંગેતરે આ દિવસ તેના માટે ખાસ બનાવ્યો છે અને તેણે આ પોસ્ટ દ્વારા તેનો આભાર માન્યો છે.

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કરિશ્માએ તેના જન્મદિવસની કેક સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.આ પોસ્ટ દ્વારા તેણે તેના મંગેતર વરુણનો આભાર માન્યો છે. તેણે લખ્યું, ‘ખુશી, આભાર’ કરિશ્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વરુણના જન્મદિવસની પોસ્ટ શેર કરીને દિલ જીતી લીધું છે. વરુણે કરિશ્મા સાથે એક સુંદર તસ્વીર શેર કરી જેમાં તે સેલ્ફી માટે પોઝ આપતાં તેના કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે.

તસવીરની સાથે તેણે લખ્યું કે, હેપ્પી બર્થ ડે લવ. જણાવી દઈએ કે કરિશ્મા અને વરુણ ગોવામાં જન્મદિવસની રજા પર હતી. ટેલિવિઝન ઉદ્યોગની ઘણી હસ્તીઓએ તેમના સોશિયલ મીડિયા પર કરિશ્માને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર કરિશ્માએ હાલમાં જ તેના બોયફ્રેન્ડ વરુણ સાથે સગાઈ કરી છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર તે બંને 5 ફેબ્રુઆરી, 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે કરિશ્મા વરુણ બંગેરાને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળી હતી, અને બંને એક સાથે મજબૂત સંબંધમાં આગળ વધી રહ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ડેટિંગ કરી રહ્યા છે. આટલું જ નહીં, જો રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ સગાઈ પણ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ લગ્ન પણ કરવાના છે.

કરિશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોની વાત કરીએ તો, તસવીરોમાં અભિનેત્રીને તેના જન્મદિવસની કેક સાથે જોઇ શકાય છે. તેણે આ દરમિયાન ટી શર્ટ પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. વરુણ અને કરિશ્માના લગ્નની વાત કરીએ તો, લગ્ન પહેલાની વિધિઓ 4 ફેબ્રુઆરી, 2022 થી શરૂ થશે, જેમાં મહેંદી અને સંગીત સેરેમની અને પછી બીજા દિવસે હલ્દી અને લગ્ન થશે.

આ કપલ 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરશે.જો કે, 14 નવેમ્બર 2021ના રોજ, જ્યારે કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની સગાઈના સમાચાર હેડલાઈન્સમાં આવ્યા, ત્યારે તેમના કોમન ફ્રેન્ડ સુવેદે તેમના ઈન્સ્ટા હેન્ડલ પર કપલની એક આરામદાયક તસવીર શેર કરી. તેમાં કપલ એકબીજાની આંખોમાં ખોવાઈ ગયેલા હતા.આ સાથે સુવેદે લખ્યું હતુ કે, “બે હૃદય એક ધબકારા, બે શરીર એક આત્મા. મારી કેટી એટલે કે કરિશ્મા તન્નાને અભિનંદન.” તેણે એમ પણ લખ્યું, “અફવાઓ હવે બંધ થશે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina