ગ્લેમર દુનિયાની સેલેબ્રીટી ચર્ચામાં રહેવા માટે અલગઅલગ તરકીબ અપનાવતા હોય છે. ત્યારે મહિલા એન્કર કરિશ્મા કોટક તેના બોલ્ડ ફોટોશૂટને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે.
ઈંગ્લેન્ડમાં જન્મેલી અને લગભગ 20 વર્ષથી ભારતમાં રહે છે. કરિશ્મા હંમેશા ટીચર બનાવની ઈચ્છા ધરાવતી હતી.પરંતુ બાદમાં તેને અહેસાસ થયો કે,તેનો ઝુકાવ મોડેલિંગ અને એક્ટિંગમાં છે. કાશ્મીરા ફક્ત આઈપીએલની ક્રિકેટની સીઝનમાં એન્કરનાં રૂપે નજરે આવી તેવું નથી પરંતુરિયાલિટી શો બિગ બોસ-6માં પણ નજરે આવી હતી.
હાલમાં કરિશ્મા ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરી રહી છે.પરંતુ તેના બોલ્ડ ફોટો શૂટને લઈને ચર્ચામાં આવી છે. કરિશ્માએ હાલમાં ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બેહદ બોલ્ડ અંદાજમાં પુલમાં ડૂબકી લગાવતી નજરે ચડે છે.
એક ઇન્ટરવ્યૂમાં કરિશ્માએ જણાવ્યું હતું કે,’મને પહેલી વાર ક્રિકેટ મેચની ઉજવણી યાદ છે’.કરિશ્માએ વધુમાં કહ્યું હતું કે,’મેં ક્યારેય ટીવી નથી જોયું પરંતુ જો તમે લાઈવ ટીવી પર કર્યું હોય તો તમે ગમે તે કરી શકો છો.પછી ભલે ને તમારી પાસે પ્લેટફોર્મ ના હોય. તમે ગમે તેની સાથે વાત કરી શકતા હોય અને તે વાત ગમે તે હોય.પછી તે વિરાટ કોહલી પણ હોઇ શકે અને ક્રિસ ગેલ.
કરિશ્મા તેના અનુભવને લઈને જણાવ્યું હતું કે,તેને કોહલીને લઈને સવાલ તૈયાર કર્યા હોટ ત્યારે ક્રિસ ગેલ પણ આવી શકે છે. ત્યારે તમારા હાથમાં તેની આવશ્યક જાણકારી હોવી જોઈએ.તમારે દરેલ સમયે સતર્ક રહેવું જોઈએ.
બિગ બોસ ૬ ભાગના ઘરથી મોડલ કરિશ્મા કોટક બહાર થઈ ગઈ છે. લગભગ 4 અઠવાડિયા આસપાસ બિગ બોસના ઘરમાં રહ્યા પછી કરિશ્મા પારિવારિક કારણસર જાતે જ બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ગઈ.
કરિશ્માના પિતાજી છેલ્લા કેટલાક દિવસોથી લીવરની બીમારીથી સફર કરતા હતા અને બુધવારે સાંજે એમના પિતાજીનું અવસાન થઈ ગયુ. જેવી કરિશ્માને આ વાતની જાણ થઈ તેણે બિગ બોસનુ ઘર છોડીને પોતાના પરિવાર પાસે જવાનો નિર્ણય કયો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks