નાઈટ સૂટ-ચપ્પલ પહેરીને માલદીવથી પરત ફરી કરીના કપૂર, તૈમુર-જેહ અને પરિવાર સાથે એન્જોય કરી રહી હતી હોલીડે

અભિનેત્રી કરીના કપૂર ખાન હોળીના અમુક દિવસો પહેલા જ રજાઓ માણવા માટે માલદીવ પહોંચી હતી.કરિનાની સાથે તેના બંને બાળકો, બહેન કરિશ્મા કપૂર અને તેના બંને બાળકો પણ રજાઓ માણવા પહોંચ્યા હતા. કરીના કપૂરે પોતાના માલદીવ વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.એવામાં કરીના-કરિશ્મા માલદીવમાં સુંદર સમય વિતાવીને મુંબઈ પરત આવી છે.

કરિશ્મા-કરીનાને બાળકો સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.એરપોર્ટ પર કરિનાનો લુક જોઈને લોકો હેરાન રહી ગયા હતા.કરીના આ સમયે નાઈટશૂટ અને ચપ્પલ પહેરીને જોવા મળી હતી અને તેણે નાના દીકરા જેહને હાથમાં ઊંચકી રાખ્યો હતો અને તૈમુર પણ સાથે જોવા મળ્યો હતો.આ લુક સાથે કરીનાએ બ્લેક ચશ્મા પણ પહેરી રાખ્યા હતા જેમાં તે એકદમ કુલ લાગી રહી હતી.

કરિશ્માએ પણ કરીના જેવું જ આઉટફિટ પહેર્યું હતું અને તેના બંને બાળકો કૈજ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.મીડિયાને જોતા કરીનાએ હાથ પણ હલાવ્યો હતો. પરિવાર સાથે સમય વિતાવીને કરીના ખુબ જ ખુશ અને રિલેશક મૂડમાં દેખાઈ રહી હતી. કપૂર સિસ્ટર્સનો આ લુક્સ લોકોએ ખુબ પસંદ કર્યો હતો.

કરીનાએ માલદીવ વેકેશનની અમુક તસવીરો પણ શેર કરી હતી જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. કરીનાએ જેહ સાથેની સુંદર તસવીર શેર કરી હતી જેમાં કરીના જેહ સાથે દરિયા કિનારે રેતીમાં મસ્તી કરતી જોવા મળી હતી. કરિનાની જેહ સાથેની આ તસવીર ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

કરીના અને કરિશ્મા સાથે નતાશા પુનાવાલા પણ માલદીવમાં વેકેશન માટે પહોંચી હતી અને નતાશાએ પણ પોતાના એકાઉન્ટ પર તસવીરો શેર કરી હતી. કરીનાની બીચ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. કરીનાનો બીચ વેકેશનનો બિકી લુક પણ ઘણો વાયરલ થયો હતો અને તેણે આ તસવીરોથી સો.મીડિયામાં આગ લગાવી દીધી હતી.

નતાશાએ શેર કરેલી તસવીરમાં કરિશ્મા બ્લેક અને કરીના યેલો મોનોકોની પહેરેલી દેખાઈ રહી છે. જ્યારે નતાશા પણ પણ બ્લુ મોનોકોની પહેરેલી જોવા મળે છે. નતાશા-કરિશ્મા-કરીના આ લુકમાં પુલના કિનારે બેસીને પોઝ આપી રહી છે, તેની આ અદાઓ ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

Krishna Patel