કરિશ્મા કપૂરે કર્યો સનસનીખેજ ખુલાસો, હનીમુન પર પતિએ મિત્રો સાથે સૂવા પર કરી મજબૂર અને પછી

છૂટાછેડા પછી કરિશ્મા કપૂરે પતિ પર લગાવ્યા હતા ગંભીર આરોપ, કહ્યુ- તેણે હનિમુન પર મારી બોલી લગાવી અને તેના મિત્રો…

કપૂર ખાનદાનની દીકરી કરિશ્મા કપૂર 90ના દાયકાની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. કરિશ્મા જયા સુધી બોલિવુડમાં રહી, સિલ્વર સ્ક્રીન પર છવાયેલી રહી. કરિશ્માએ જયારે ફિલ્મોમાં એન્ટ્રી કરી ત્યારે તેની ઉંમર લગભગ 15 વર્ષ હતી.

અભિનય માટે કરિશ્માએ તેનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. વર્ષ 1991માં તેની પહેલી ફિલ્મ “પ્રેમ કેદી” રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તેણે સાઉથના હિરો હરીશ કુમાર સાથે કામ કર્યુ હતુ. કરિશ્માએ બોલિવુડમાં 30 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસર પર કરિશ્માએ તેની એક બોલ્ડ તસવીર શેર કરી હતી.

બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર પર્સનલ લાઇફને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહી છે. કરિશ્માએ લગ્ન કર્યા બાદ ફિલ્મોને અલવિદા કહી દીધુ હતુ. પરંતુ તેની આ કુરબાનીથી કોઇ ફાયદો થયો નહિ અને તેનું લગ્નજીવન સમાપ્ત થઇ ગયુ.

કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે વર્ષ 2016માં તલાક લીધો હતો. તલાક દરમિયાન સંજય અને તેની સાસુ પર કરિશ્માએ ઘણા આરોપ લગાવ્યા હતા. કરિશ્માએ આરોપ લગાવ્યો હતો કે હનીમુન દરમિયાન સંજય કપૂરે તેની બોલી લગાવી હતી. તલાક બાદ તેણે સાસુ અને પતિ પર ઘણા હેરાન કરી દેનારા આરોપો લગાવ્યા હતા.

તેણે કહ્યુ, જયારે અમે હનિમુન પર ગયા હતા, સંજયે મારી બોલી તેના મિત્રો સાથે લગાવી હતી. તેણે તેના મિત્રો સાથે એક રાત વિતાવવા મજબૂર કરી હતી. ઇન્ડિયા ડોટ કોમની રીપોર્ટ અનુસાર, કરિશ્માએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, તેઓએ તેમના મિત્રો સાથે બોલી લગાવી અને સંજયે તેને મિત્રો સાથે સૂવા પર મજબૂર કરી હતી. ત્યાં જ સંજયે આરોપ લગાવ્યો હતો કે કરિશ્માએ તેના સાથે પૈસા માટે લગ્ન કર્યા હતા.

કરિશ્માએ કહ્યુ કે, જયારે વસ્તુ મારા હાથમાંથી નીકળી અને મારી પાસે કોઇ ઓપ્શન ના રહ્યો ત્યારે મેં પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી. હનીમુન દરમિયાન તે તેના ભાઇ સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હું તેના માટે કેટલા પૈસા લાવી શકુ છું. આ બધુ સાંભળીને હું ઘણી હેરાન રહી ગઇ હતી.

કરિશ્મા કહે છે કે, એકવાર તેને એક ડ્રેસ ફિટ થઇ રહી ન હતી અને તેમની સાસુ ઇચ્છતી હતી કે તે એ જ ડ્રેસ પહેરે, આ પર સંજયે તેની માતાને કહ્યુ કે તમે આને થપ્પડ કેમ નથી મારતી. સંજયની માતાએ આવું કરવા પર તેને રોક્યો નહિ અને તેને પ્રોત્સાહન આપ્યુ. તમને જણાવી દઇએ કે, કરિશ્મા સિંગલ મધર છે અને તે જ તેના બે દીકરાઓની દેખરેખ રાખી રહી છે.

Shah Jina