મનોરંજન

નીલી આંખો, કર્લી વાળ અને પ્યારું સ્મિત, ક્યારેક એકદમ પરી જેવી દેખાતી હતી કરિશ્મા કપૂર

25 જૂન, 1974 ના રોજ મુંબઈમાં જન્મેલી કરિશ્મા કપૂર 46 વર્ષની થઇ ચુકી છે. તેના પિતા રણધીર કપૂર અને માતા બબીતા કપૂર પણ અભિનયની દુનિયામાં નામ બનાવી ચુક્યા છે. કરિશ્મા કપૂર ખાનદાનમાં સૌથી મોટી અને લાલડી દીકરી છે. એક સમયે બોલીવુડમાં ડંકો વગાડતી કરિશ્મા હાલના સમયમાં બોલીવુડથી દૂર પોતાના બાળકોની પરવરિશમા લાગેલી છે. એવામાં કરિશ્માના જન્મદિસવના મૌકા પર આજે અમે તમને તેના જીવન વિશેની અમુક  ખાસ વાતો જણાવીશું.

કરિશ્મા કપૂર માત્ર 17 વર્ષની હતી જ્યારે તેણે વર્ષ 1991 માં ડાયરેક્ટર કે. મુરલીમોહન રાવની ફિલ્મ ‘પ્રેમ કૈદી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ કરિશ્માની સુંદરતા અને તેના અભિનયની ખુબ પ્રશંસા થઇ હતી.

જો કે કરિશ્માને સાચી ઓળખ વર્ષ 1992 માં આવેલી ફિલ્મ જીગર દ્વારા મળી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગન પણ ખાસ ભૂમિકામાં હતા. જેના પછી તેણે ફિલ્મ અનાડીમાં કામ કર્યું જે સુપરહિટ રહી હતી.

90 ના દશકમાં કરિશ્માએ રાજા બાબુ, દુલારા, સુહાગ, કુલી નંબર-વન, ગોપી કિશન, સાજન ચલે સસુરાલ, અને જીત જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

વર્ષ 1996 ની સુપરહિટ ફિલ્મ રાજા હિન્દુસ્તાની માટે તેને પેહલી વાર ફિલ્મફેરના બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે કરિશ્મા કપૂરનો રોમેન્ટિક સીન ખુબ ચર્ચામાં રહ્યો હતો.

જેના પછી કરિશ્માએ વર્ષ 2003 માં બિઝનેસમૅન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના બે બાળકો સમાયરા અને કિયાન છે. જો કે અમુક સમય પછી બંન્નેના છૂટાછેડા થઇ ગયા હતા અને હવે કરિશ્મા એકલી જ પોતાના બાળકોનો ઉછેર કરી રહી છે.

છૂટાછેડા પછી બંન્ને બાળકોના નામે 10 કરોડ રૂપિયાનો ટ્રસ્ટ કરવામાં આવ્યો હતો જ્યારે કરિશ્મા જે ડ્યૂપ્લેક્સમાં રહે છે, તે તેના નામ પર જ છે. તેના સિવાય સંજય કપૂર બંન્ને બાળકોના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવે છે.

લાંબા સમયથી અભિનય દુનિયાથી દૂર રહેલી કરિશ્માએ વર્ષ 2012 માં ‘ડેન્જરસ ઇશ્ક’ દ્વારા કમબેક કરવાની કોશિશ કરી હતી, પણ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હાલ તે અલગ અલગ મોડેલિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

કરિશ્મા કપૂર છેલ્લી વાર વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. જેમાં શાહરુખ ખાન, કૈટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય કિરદારમાં હતા જ્યારે કરિશ્મા એક ગેસ્ટના સ્વરૂપે જ ફિલ્મમાં હતી.