90 ના દશકની અભિનેત્રી કરિશ્મા કપૂરની સુંદરતાના દીવાના આજે પણ છે. કરિશ્મા હાલના સમયે બોલીવુડથી દૂર પોતાના બાળકો અને પરિવારમાં ધ્યાન આપી રહી છે.
પતિ સંજય કપૂર સાથેના છૂટાછેડા પછી કરિશ્મા પોતાના બંન્ને બાળકો કિયાન અને સમાયરાની પરવરીશ કરી રહી છે. બેસ્ટ અભિનેત્રી સાથે સાથે કરિશ્મા એક બેસ્ટ માં પણ છે.
જ્યારે બીજી તરફ કરિશ્માની સુંદરતા પણ વધતી ઉંમરની સાથે વધી રહી છે. આટલી ઉંમરે પણ કરિશ્મા આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. મોટાભાગે કરિશ્મા પોતાની અને પરિવાર સાથેની તસ્વીરો શેર કરતી રહે છે એવામાં એકવાર ફરીથી કરિશ્માએ પોતાની બિકીની પહેરેલી તસ્વીર શેર કરીને સનસની મચાવી દીધી છે.
બિકીની પહેરીને કરિશ્માએ સ્વિમિંગ પુલમાં આગ લગાવી હતી. તસ્વીરમાં સ્વિમિંગ પુલમાં ઉતરેલી કરિશ્મા હોટ પોઝ આપી રહી છે. તસ્વીરને શેર કરતા કરિશ્માએ લખ્યું કે,”એક સાંજ આવી પણ.” બિકીની અવતારનો આવો અંદાજ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
45 વર્ષની કરિશ્માની આવી સુંદરતા જોઈને લોકો કહી રહ્યા છે કે હકીકતે દિવાળી પર કરિશ્મા ફટાકડો બનીને આવી છે. કરિશ્મા જલ્દી જ મેંટલહુડ નામની વેબસીરીઝમાં જોવા મળી શકે તેમ છે. આ સિવાય કરિશ્મા જાહેરાતોમાં પણ જોવા મળતી રહે છે અને રિયાલિટી શો માં પણ જોવા મળતી રહે છે.
કપૂર સિસ્ટર્સ ક્યારેય પણ તેમની ફેશનથી ચાહકોને નિરાશ કરતી નથી. કરીના કપૂર તેની ફેશનને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે કરિશ્મા કપૂર પણ કોઇનાથી કમ નથી. કરિશ્મા ભલે ફિલ્મોથી દૂર છે.
પરંતુ તે તેની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ગત દિવસે સાંજે કરિશ્માને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન 45 વર્ષની કરિશ્માએ બ્લેક શોર્ટ ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી હતી. તેની સાથે તેને ગ્રે કલરનું બ્લેઝર પહેર્યું હતું. મિનિમલ મેકઅપ અને બ્રાઉન શેડ્સ, રેડ લિપસ્ટિક તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા છે.
ફૂટવેરની વાત કરીએ તો તેને વ્હાઇટ સ્નીકર્સ કેરી કર્યા હતા. તસવીરોમાં તે તેના લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કરીશ્માની આ બધા ફોટોસ સોશિયલ સાઇટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. ફેન્સ દ્વારા તેની આ તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
કામની વાત કરીએ તો કરીશ્મા આલ્ટ બાલાજીની વેબ સીરીઝ મેંટલહૂડમાં નજરે પડવાની છે.