કડવા કારેલાના મીઠા 7 ફાયદા જાણવાથી તમે પણ રોજ કરશો સેવન, જાણો એક ક્લિકે

0

સ્વાદમાં કડવા કારેલા વાસ્તવમાં શાક નહીં પરંતુ એક ફળ છે. કારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલો જ ગુણકારી છે. કહેવામાં આવે છે કે, કારેલા ખાવાવાળાને ક્યારે પણ બીમારી નથી થતી. કારેલાના ઉપયોગ દવા તૈયાર કરવામાં થાય છે. આ એક રક્તશોધક શાક છે. આ કારણે જ પ્રતિદિન કારેલાનું સેવન કરવાથી કે જ્યુસ પીવાથી ઘણી બીમારીઓથી છુટકારો થાય છે. કારેલાનું ઔષધીય મહત્વ પણ એટલું જ છે.

કારેલાની સાથે તેના પાંદડાનો ઉપયોગ પણ કરી શકો છો. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેંટ્સ હોય છે. કારેલા એક સેહતમંદ અને ફાયદેમંદ ફળ છે. કારેલાને ઘણી રીતે ખાઈ શકાય છે. ઘણા લોકો તેને શાક તરીકે પસંદ કરે છે તો ઘણા લોકો તેને જ્યુસ તરીકે લેવાનું પસઁદ કરે છે. કારેલાના જ્યૂસના પણ ઘણા ફાયદા છે. કારેલામાં ભરપૂર માત્રામાં એ, બી,અને સી હોય છે. કારેલામાં બીટાકૈરોટિન, આયર્ન, ઝીંક, પોટેશિયમ, કેરોટીન, લુટિન, મેંગનિશયમ જેવા ફલેવોનવાઈડ હોય છે.

Image Source

કારેલાના ફાયદા
કફથી છુટકારો
કારેલા ઉનાળાની ઋતુનું શાક છે. કારેલામાં ફોસ્ફોરસ પ્રયાપ્ત માત્રમાં મળે છે. એક મહિના સુધી કારેલાનું સેવન કરવાથી જુનામાં જૂનો કફ મટી જાય છે. શરદીના ઉપચારમાં કારેલા ઘણા ફાયદાકારક છે.

સુગર લેવલને ઓછું કરે.

ડાયાબિટીસના દર્દીઓ માટે કરેલાના રસમાં એટલો જ ગાજરનો રસ ઉમેરી દરરોજ સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર કન્ટ્રોલમાં થાય છે. અને ધીમે-ધીમે ઓછું થાય છે. સવારના સમયે કારેલાનું જ્યુસ પીવાથી ફાયદેમંદ સાબિત થાય છે. કારેલામાં મોમશીરડીન અને ચેરેટીન જેવા એન્ટી હાઇપર ગ્લેસેમિક તત્વ મળે છે.

Image Source

પથરી વાળા માટે અમૃત છે કારેલા

પથરીથી પીડાતા દર્દીઓ માટે કારેલાનો રસ અને કારેલાનું શાક ખાવવાથી આરામ મળે છે. કારેલાથી પથરી ધીમે-ધીમે બહાર નીકળી જાય છે. 20 ગ્રામ કારેલામાં રસમ મધ ભેગું કરી પીવાથી પેશાબ વાટે પથરી બહાર નીકળી જાય છે. કારેલાના પાંદડાના 50 મીલીલીટર રસમાં હિંગ મેળવીને પીવાથી છુટ પેશાબ આવે છે.

ભૂખ વધારવામાં સહાયક 

તમારા પરિવારમાં કોઈને ભૂખના લગતી હોય અથવા ઓછી લાગતી હોય તો કારેલાનું સેવન ફાયદાકારક રહેશે. મનુષ્યને ભૂખના લાગવાથી શરીરને પૂરું પોષણ નથી મળતું. શરીરને પૂરતું પોષણ મળવાથી તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. તેતથી દરોજ કારેલાના જ્યૂસનું સેવન કરવાથી અથવા શાક ખાવવાથી પાચન ક્રિયા સરખી થાય છે. અને ભૂખમાં વધારો થાય છે.

Image Source

ત્વચાના રોગમાં લાભદાયી 

કારેલામાં બીટર્સે અને એલ્કેલાઇડ તત્વ રક્ત શોધકઉ કામ કરે છે. કારેલાના ટુકડા કરી તેને મિક્સરમાં ક્રશ કરી તેના રાતે સુવાના સમયે હાથ-પગમાં લગાડવાથી ત્વચાના રોગથી બચી શકાય છે. દાદ, ખુજલી,. ખાજ, સિયોરોસીસ જેવા ત્વચાના રોગમાં કારેલાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ફાયદાકારક થાય છે.

ઝાડામાં ફાયદાકારક છે કારેલા

ઉલ્ટી અને ઝાડની સંશયથી મુક્ત થવા માટે કારેલાના રસમાં થોડું સંચળ નાખીને પીવાથી તુરંત જ ફાયદો થાય છે.

મોટાપાથી છુટકારો
કારેલાના રસ અને લીંબુનો રસ મેળવી દરરોજ સવારે 2 મહિના સુધી સેવન કરવાથી મોટાપાથી છુટકારો થાય છે. અને પાચન ક્રિયા પણ સરખી થાય છે.અને પેટ પણ સારું રહે છે.

Image Source

100 ગ્રામ કારેલામાં 13 મિલીગ્રામ સોડિયમ, 602 ગ્રામ પોટેશીયમ ,7 ગ્રામ ફૂલ કાર્બોહાઈટ્રેટ અને 3.6 ગ્રામ પ્રોટીન સાથે 34 કેલેરી હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here