બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની પ્રેગ્નેન્સીના દિવસોનો આનંદ માણી રહી છે. તે થોડા જ સમયમાં બાળકને જન્મ આપશે, આ પહેલા પોતાના આવનારા બાળક માટે કરીના કપૂર ઘરની સજાવટમાં લાગી ગઈ છે, જેની એક તસ્વીર પણ તેને શેર કરી છે.

કરીના કપૂર બીજીવાર માતા બનવાની છે, ત્યારે તે પોતાના આવનાર બાળક માટે ખાસ તૈયારીઓ કરવા માંગે છે, જે એક તસ્વીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમાં કરીના કપૂર ઇન્ટિરિયર ડિઝાઇનરને નિર્દેશ આપતી જોવા મળી રહી છે.

કરીના પોતાના નવા બાળક સાથે નવા ઘરની અંદર શિફ્ટ થવાની તૈયારીઓ કરી રહી હોય તેમ લાગે છે, આ વાતનો ખુલાસો કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર જ એક તસ્વીર શેર કરીને કર્યો છે. જેમાં તે પોતાના નવા આશિયાનાની મુલાકાત લેતી નજરે આવી રહી છે. તે ઇન્ટિરિયર ડિઝાઈનર સાથે કામ કરાવતી નજરે આવે છે.

આ તસ્વીરમાં કરીનાએ લખ્યું છે, “2021નું પહેલું સેટઅપ, પોતાની ફેવરિટ સાથે પરત આવી છું. આ મારુ ડ્રિમ હોમ થવાનું છે.” કરીના અને સૈફ પોતાના આવનારા બાળક માટે ખુબ જ ઉત્સાહિત નજર આવે છે.