મનોરંજન

એક મોટી ભૂલ માટે કરીના કપૂરને કરાવવી પડી હતી સિઝેરિયન ડિલિવરી, આ કારણે ફસાઈ ગઈ હતી મુશ્કેલીમાં

હજુ પણ મોટા ભાગની સ્ત્રીઓ આ ભૂલનો શિકાર બને છે

બોલીવુડની બેબો ગર્લ અને અભિનેતા સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરે હાલમાં જ ચાહકો સાથે એક ખુશખબરી શેર કરી છે. તે જલ્દી જ બીજીવાર માતા બનવાની છે. તેનું પહેલું સંતાન તૈમુર આજે સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલો રહે છે.

Image Source

તો કરીનાની ફરીવારની પ્રેગ્નેસી સાથે કેટલીક જૂની વાતો પણ સામે આવી છે જયારે કરીનાના પેટની અંદર તૈમુર હતો. સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કરીના પોતાની પહેલી પ્રેગ્નેંસીને લઈને કેટલાક ખુલાસા કરી રહી છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા કરીનાના આ ઇન્ટરવ્યુના વીડિયોમાં કરીના જણાવી રહી છે કે તૈમૂરના જન્મ સમયે તેને કેવી કેવી મુશ્કેલીઓ આવી હતી. ઇન્ટરવ્યૂમાં કરીનાએ જણાવ્યું હતું કે તેને પણ પ્રેગ્નેંસીમાં થવા વાળી સમસ્યાઓએ બહુ જ હેરાન કરી હતી. તે પણ રોજ સવારે મોર્નિંગ સિકનેસથી પરેશાન રહેતી હતી. જો કે તેને મોર્નિંગ સિકનેસને દૂર કરવા માટે ઘરેલુ નુસખાઓનો ઉપયોગ કર્યો.

Image Source

કરીનાએ જણાવ્યું કે તે પહેલીવાર મા બની રહી હતી અને એટલે તેને ઘણી વસ્તુઓની ખબર નહોતી. તે પોતાની ડાયટિશિયનને દિવસમાં 100 વાર પ્રશ્નો પૂછતી હતી, તેને દરેક વાતની ચિંતા રહેતી હતી કે કેટલું ખાવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું. આ ચક્કરમાં ઘણીવાર તેને માનસિક તણાવ પણ થઇ જતી હતી.

Image Source

કરીનાએ 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમુરને જન્મ આપ્યો. પોતાની ડિલિવરી વિશે વાત કરતા કરીનાએ જણાવ્યું કે તેની નોર્મલ નહિ પરંતુ સિઝેરિયન ડિલિવરી થઈ છે. ડિલિવરીના સમયે તૈમુરનું માથું નીચે આવી ગયું હતું. પરંતુ ડિલિવરીના સમયે મને માનસિક તાણ થઇ ગઈ હતી. જેના કારણે ડોક્ટરોએ મારી સિઝેરિયન ડિલિવરી કરાવવી પડી હતી.

કરીના હંમેશા બિન્દાસ રહી છે. કરીનાનું કહેવું છે કે, પ્રેગનેન્સીના સમયમાં વજન વધવાને લઈને એક્ટ્રેસ બહુ જ દુઃખી થાય છે પરંતુ મેં મારી પ્રેગનેન્સીનપ આનંદ માણ્યો હતો. કરીનાએ ત્યાં સુધી કહ્યું હતું કે, તે માખણ સાથે ખુબ જ પરાઠા ખાતી હતી. જયારે તેની ડાયેટીશિયન તેને મનાઈ કરતી હતી ત્યારે કહેતી હતી કે, તે પ્રેગનેંન્સીમાં જ આટલું ખુલીને ખાઈ શકે છે.

Image Source

જયારે કરીના અને સૈફ અલી ખાને પોતાના દીકરાનું નામ તૈમુર રાખ્યું હતું ત્યારે ઘણો જ હોબાળો મચી ગયો હતો. છેવટે કરીનાએ પોતાનું મૌન તોડી અને કહ્યું હતું: “મને બિલકુલ અંદાજો નહોતો કે લોકો મારા દીકરાના નામને આટલું પર્સનલી લેશે.  જો કે મને આ નામ ખુબ જ પસંદ છે. આનો કોઈપણ જીવતા કે મરેલા વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. મને તૈમુરનો મતલબ ખુબ જ સારો લાગ્યો. તૈમુરનો મૂળ અર્થ છે ફૌલાદ અને લોહા (લોખંડ).”

Image Source

સૈફ અલી ખાને પણ થોડા મહિના પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “કરીના દીકરાને બગાડી રહી છે.” સાથે જ તેને એમ પણ કહ્યું હતું કે,  “કારણ કે તૈમુર મારુ ત્રીજું અને કરીનાનું પહેલું બાળક છે.”