મનોરંજન

આવું વિચિત્ર ટોપ પહેરી ટ્રોલ થઇ કરીના કપૂર, યુઝર્સે આપ્યો ‘મોટી’નો ટેગ

જ્યારે પણ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઘરની બહાર નીકળે છે ત્યાકે ચાહકોની નજર તેના પર હોય છે. લોકો તેના દરેક લુક અને સ્ટાઈલની નકલ કરે છે. જો કે કેટલીક વાર અભિનેત્રીની ફેશન સેન્સ લોકોના માથા ઉપરથી જાય છે. આ વખતે પણ આવું બન્યું છે. તાજેતરમાં જ, ફિલ્મ સ્ટારને મુંબઈમાં ખૂબ જ આકર્ષક રેડ ટેંક ટોપ અને જીન્સમાં સ્પોટ કરવામાં આવી. જ્યાં ફેન્સને એક્ટ્રેસનો લુક બિલકુલ પસંદ ન આવ્યો. જે બાદ ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા તેને મોટીનું ટેગ આપવામાં આવ્યું હતું. કરીના કપૂર ખાનનો આ લુક હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

અભિનેત્રી રેડ કલરનું ચમકદાર ટોપ પહેરેલી જોવા મળી હતી. જે બાદ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી. આ સમયે કરીના કપૂર ખાન તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન સાથે કારમાંથી નીચે ઉતરી હતી. જેમાં આ સ્ટાર કપલ એકબીજા સાથે ટ્વિન્સ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાનનો આ લુક જોયા બાદ ઘણા ઈન્ટરનેટ યુઝર્સે તેની તસવીરો પર કોમેન્ટ કરી છે અને મોટીનું ટેગ આપ્યું છે. લોકોએ કહ્યું કે અભિનેત્રી જાડી થઈ ગઈ છે. કરીના કપૂર ખાનની આ તસવીરો જોયા બાદ કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘સ્વિમસૂટ પર જ પેન્ટ પહેરીને આવી ગઈ.’

એટલું જ નહીં, ટ્રોલર્સે અભિનેત્રીના ડોલાની તુલના તેના પતિ સૈફ અલી ખાન સાથે પણ કરી હતી. કરીના લાલ ચમકદાર ટેન્ક ટોપ અને બેગી જીન્સ સાથે બ્લેક હીલ્સ, સનગ્લાસ અને બન શેપ હેરસ્ટાઈલમાં જોવા મળી હતી. જો કે કરીનાનો આ કેઝ્યુઅલ લુક બાકીના દિવસો કરતા અલગ  એક યુઝરે લખ્યું- ‘ઓહ માય ગોડ બેગ પણ તેની આખી સ્ટાઈલ બચાવી શકી નથી.’ અન્ય એક યુઝરે લખ્યું- કરીના બહેન તારી ફેશનની રમત ઘણી ઘટી ગઈ છે. ત્રીજા યૂઝરે લખ્યું- તમારા સ્ટાઈલિશને હટાવો.

આગળ પણ યુઝર્સે કેટલીક આવી જ કોમેન્ટ કરી છે. એકે લખ્યું- લાગે છે કે સ્વિમસૂટ બદલવાનું ભૂલી ગયા છો. એક યુઝરે મર્યાદા ઓળંગી તેણે લખ્યું- બોડી બિલ્ડર જેવી લાગે છે. બધાએ કરીનાના આ આઉટફિટની ટીકા કરી છે. લોકોની આ ટીકા પરથી સમજી શકાય છે કે કરીનાનો આ રેડ હોટ લુક તેના પર ભારે પડી ગયો. સૈફના લુકની વાત કરીએ તો, તે ઓરેન્જ-પીચ કલરની ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા છે. આમાં કરીના આમિર ખાન સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Har Khabar (@harkhabarnews)

અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ સિવાય તે આ મહિને ડિરેક્ટર સુજોય ઘોષની થ્રિલર ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં કરીના સાથે જયદીપ અહલાવત જોવા મળશે. બીજી તરફ સૈફ બે આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. પ્રભાસ સાથે આદિપુરુષ અને હ્રતિક રોશન સાથે વિક્રમ વેધ. થોડા સમય પહેલા વિક્રમ વેધામાંથી સૈફનો લુક રિલીઝ થયો હતો.