બેગમ કરીના કપૂર ખાન પહેરીને નીકળી એટલી મોંઘી ટી શર્ટ કે થઇ ગઇ ટ્રોલ, લોકો બોલ્યા- 200 રૂપિયામાં આનાથી…

કરીના કપૂર ખાન અધધધ મોંઘીદાટ ગુચીની ટી-શર્ટ પહેરી થઇ ટ્રોલ, ભાવ સાંભળીને મગજમાં તંમર ચડી જશે

કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં, તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટ મિડલટનના નાના પુત્ર પ્રિન્સ લુઇસની વિવિધ મૂડમાં એક તસવીર શેર કરી હતી, જેના પછી લોકો તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા અને હવે તેણે જે ટી-શર્ટ પહેરી છે તે ચર્ચાનો વિષય છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન મુંબઈની એક રેસ્ટોરન્ટ બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેણે ઈન્ટરનેશનલ બ્રાન્ડ ગુચીની ટી-શર્ટ પહેરી હતી. તેણે આ ટી-શર્ટ કેઝ્યુઅલ ટ્રાઉઝર સાથે પહેર્યું હતું.

જાણકારી અનુસાર કરીના કપૂરની ગુચીની ટી-શર્ટની કિંમત 40 હજાર રૂપિયા છે. આ કારણે લોકોએ કરીના કપૂરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. કરીના કપૂર ખાન જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તે પોતાની ફેશન સેન્સનું ખાસ ધ્યાન રાખે છે. કેઝ્યુઅલ આઉટફિટ હોય, સ્ટાઇલિશ ડ્રેસ હોય કે ટ્રેડિશનલ આઉટફિટ હોય, બેબો ચોક્કસપણે કોઈપણ આઉટફિટમાં લોકોનું ધ્યાન ખેંચે છે. હાલમાં જ તે એક કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી, જેના કારણે તે ટ્રોલ પણ થઈ હતી.

કરીના હાલમાં જ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે ગુચીની યલો ટી-શર્ટ અને કેઝ્યુઅલ ટ્રાઉઝરમાં જોવા મળી હતી. કરીના કપૂર ખાને બ્લેક લિનન ચશ્મા સાથે તેનો લૂક સ્ટાઇલ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા. તેના હાથમાં કોફીનો ગ્લાસ હતો. કરીના કપૂર કેઝ્યુઅલ આઉટફિટ્સ અને ફ્લેટ ફૂટવેર સાથે સ્પોર્ટી લુકમાં જોવા મળી હતી. પરંતુ તેનાથી પણ વધારે તેની ટી-શર્ટે લોકોને આકર્ષિત કર્યા.

તમને જણાવી દઈએ કે કરીનાની ગુચી પીળા ટી-શર્ટની કિંમત ઘણી વધારે છે. રીપોર્ટ્સ અનુસાર આ ટી-શર્ટની કિંમત લગભગ 40 હજાર રૂપિયા છે. જો કે કરીનાનો આ મોંઘો લુક લોકોને આકર્ષવામાં સફળ ન રહ્યો. ઘણા યુઝર્સે તેને તેની મોંઘી ગુચી ટી-શર્ટ માટે ટ્રોલ કરી હતી. લોકો તેની આ તસવીર પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

કરીનાની વાયરલ તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- અમારા ત્યાં 200 રૂપિયાની ટી-શર્ટ આના કરતાં સારી દેખાય છે. ત્યાં એક યુઝરે લખ્યું – બેબો એ શું પહેર્યું છે. જણાવી દઇએ કે, કરીના કપૂર ખાનની લાઈફસ્ટાઈલ એકદમ રોલ છે. તે લગ્ન પહેલા પણ એટલી જ સ્ટાઇલિશ હતી જેટલી લગ્ન પછી છે. તેની ફેશન સેન્સ અને સ્ટાઇલ એકદમ યુનિક છે. તમને જણાવી દઈએ કે તેના કપડામાં 50થી વધુ ગુચી ટી-શર્ટ છે.

Shah Jina