કરીનાને બાબાને દૂધ પીવડાવવામાં આવી હાલત થઇ ગયેલી, ખુલ્યું એક ગુપ્ત રાઝ

કરીના હાલ તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”ને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ પુસ્તકની અંદર કરીનાએ તેની પ્રેગ્નેન્સી અને તે દરમિયાન પડતી તકલીફોને લઈને ઘણા ખુલાસાઓ તેને કર્યા છે. કરીના બે દીકરાની મા છે. તૈમુર અને જહાંગીર. બંનેને જન્મ આપ્યા પહેલા અને જન્મ બાદના અનુભવો કરીનાએ આ પુસ્તકમાં શેર કર્યો છે.

આ ઉપરાંત કરીનાએ આ પુસ્તકની અંદર જણાવ્યું છે કે તૈમુરને ફીડ કરાવવામાં તેને ખુબ જ મુશ્કેલી પડી રહી હતી. કરીનાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “તૈમુરનો જન્મ અચાનક જ સિઝેરિયન દ્વારા થયો હતો.

14 દિવસ સુધી મને બ્રેસ્ટ મિલ્ક નહોતું બન્યું. હું એકદમ ડ્રાય હતી. મારી મા અને મારી નર્સ મારી આગળ પાછળ ફરી રહ્યા હતા. મારી બ્રેસ્ટને દબાવતા અને હેરાન રહી જતા કે મિલ્ક નથી આવી રહ્યું.

જો કે જેહના સમયે એવું કઈ ના થયું. જેહના જન્મ બાદ મને સારું બ્રેસ્ટ મિલ્ક ફ્લો થયું. હું એનું નર્સીંગ સારી રીતે કરી શકી હતી. હું એક સ્વીકારવા માગું છું કે જેહને બ્રેસ્ટ ફીડ કરાવીને મને એવો અનુભવ થયો કે કોઈ ઉપ્લબધિ મને મળી ગઈ હોય. આ ઉપરાંત કરીનાએ બીજી પણ ઘણી બાબતોનો ખુલાસો પોતાના પુસ્તકમાં કર્યો છે.

કરીના કપૂરે પોતાના પુસ્તક લોન્ચની ઇવેન્ટમાં ઘણા બધા ખુલાસાઓ કર્યા છે, જેમાં તેને એમ પણ કહ્યું હતું કે પ્રેગ્નેન્સી દરમિયાન સૈફ અલી ખાને તેની ખુબ જ સારી દેખભાળ કરી છે. આ ઉપરાંત પ્રેગ્નેસી દરમિયાન સૈફ સાથે તેના બેડ ઉપરના સંબંધો પણ પુરા થઇ ગયા હતા એવું પણ કરીનાએ જણાવ્યું હતું.

પોતાની બુક લોન્ચિંગ ઇવેન્ટમાં કરણ જોહર સાથે લાઈવમાં કરીનાએ જણાવ્યું કે “હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મેં પોતાની જાતને અરીસામાં જોઈ. હું હેરાન રહી ગઈ. હું સહેજ પણ સારી નહોતી લાગી રહી. મને લાગ્યું હતું કે ફરીવાર પોતાને સારું નહીં અનુભવી શકું. હું પોતાની જાતને ફિટ નહિ રાખી શકું. હું ફરીથી નહિ કરી શકું.”

Niraj Patel