જયારે બેગમ કરીનાએ વિદ્યા બાલનનો આ કારણે ઉડાવ્યો હતો મજાક તો એક્ટ્રેસ પણ કરી દીધી હતી સૈફની પત્નીની બોલતી બંધ
બૉલીવુડ સિતારો ક્યારેક કયારેક એવી કમેન્ટ કરી દે છે કે ચર્ચામાં આવી જાય છે. કરીના અને વિદ્યા બાલનના સંબંધ ક્યારે પણ સારા નથી રહ્યા. એક વાર કરીનાએ વિદ્યા બાલનને ટોણો મારતા તેના વધતા વજનનો મજાક બનાવી દીધો હતો. કરીનાની વિદ્યા પરની આ કમેન્ટ ચર્ચામાં આવી ગઈ હતી. આજે પણ લોકો તેને ભૂલ્યા નથી. તો કરીનાની આ મજાકનો જવાબ આપવામાં વિદ્યા પણ પાછળ રહી ના હતી. વિદ્યાએ પણ જડબાતોબ જવાબ આપીને કરીનાની બોલતી બંધ કરી દીધી હતી.

વિદ્યા બાલનને વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ માટે ઘણું વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં વિદ્યાએ સિલ્ક સ્મિતાનો રોલ નિભાવ્યો હતો. તો આ સમયે જ કરીના ટશન ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી જેમાં તેનું જીરો ફિગર ઘણું ચર્ચાનો વિષય બન્યું હતું.

એક ઇવેન્ટમાં કરીનાએ વિદ્યાના વધતા વજનને લઈને ટોણો માર્યો હતો કે, જાડું થવું થવું નથી થતું. જે પણ આવું કરે છે તે બકવાસ કરે છે. કર્વી હોવુ xyછે પરંતુ જાડા હોવું નહીં. જે મહિલા કહે છે કે તે દુબળી થવા નથી માંગતી તે બકવાસ કરે છે.

આ દરેક યુવતી માટે સપનું હોય છે. કરીના આટલેથી જ રોકાઈ ના હતી. વધુમાં કરીનાએ કહ્યું હતું કે,કદાચ બની શકે કે કોઈ એક્ટ્રેસ માટે ટ્રેડ હોય પરંતુ તે ખુદને જાડી દેખાવવા ના માંગતી હોય. કરીનાની આ કોમેન્ટ પર વિદ્યા બાલને પલટવાર કર્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે, ધ ડર્ટી પિક્ચર ગંદુ ના હોઈ શકે. તે લોકો એક હિરોઈન બનાવી શકે છે. પરંતુ કોઈ પણ ધ ડર્ટી પિક્ચર નથી બનાવી શકતું.
જણાવી દઈએ કે, વર્ષ 2012માં કરીનાની ફિલ્મ ‘હિરોઈન’રીલિઝ થઇ હતી. જે બોક્સઓફિસ પર ખાસ કંઈ કરી શકી ના હતી. વિદ્યાની આ કમેન્ટ આ ફિલ્મ પર હતી.

જણાવી દઈએ કે, કરીના અને વિદ્યા બાલનના સંબંધ તે સમયે ખરાબ થઇ ગયા હતા જયારે શાહિદ કપૂરે બ્રેકઅપ બાદ વિદ્યા બાલનની રિલેશનશિપની વાત સસામે આવી રહી હતી. તો વિદ્યા બાલન પણએ વાતનો સ્વીકાર કરી ચુકી છે કે, હોર્મોનની સમસ્યાને કારણે તેને વજન ઘટાડવા માટે ઘણી તકલીફ પડી રહી છે.