મનોરંજન

પ્રેગ્નન્સી ફોટોના ટ્રોલર્સને લઈને કરીના કપૂર ખાને લોકોને ફટકાર લગાવી, બોલી-લોકો ઘરે બેઠા છે કોઈ પાસે નોકરી નથી અને…

બેગમ કરીનાએ ટ્રોલરને લીધા આડે હાથ, એવી ગંદી ગંદી સંભળાવી કે…

બોલીવુડના સિતારાઓ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. સિતારાઓ પોતાનાથી જોડાયેલી તસ્વીર શેર કરતા રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સેલિબ્રેટી અને ફેન્સ વચ્ચેની દુરી પુરી થઇ ગઈ છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં એવા લોકોની કમી નથી કે જે સેલેબ્સને ટ્રોલ કરવામાં અને ખરાબ કમેન્ટ કરવાનો કોઈ મોકો છોડતા હોય.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો છે. તે કહે છે કે જે લોકો સેલેબ્સને ઓનલાઇન ટ્રોલ કરે છે તેમની પાસે કોઈ કામ નથી. તાજેતરમાં ‘ધી ક્વિન્ટ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું હતું કે, મને લાગે છે કે લોકડાઉન અને કોવિડે લોકોના મગજને ઘણી અસર કરી છે અને દરેકની પાસે ફ્રી સમય પણ છે. તેથી લોકો ઓવર ડિસ્ક, ઓવર ટ્રોલિંગ જેવી વસ્તુઓ કરે છે. દરેક જણ ઘરે બેઠા છે, ઘણા લોકો પાસે નોકરી નથી. દરેક વ્યક્તિએ તેને ટ્રોલિંગની જેમ જોવું જોઈએ નહીં. મને લાગે છે ઘરમાં બધા કંટાળી ગયા છે તેથી લોકો કંઈક ને કંઈક કરવા માંગે છે.

ટ્રોલરો વિશે વાત કરતા કરીનાએ વધુમાં કહ્યું કે, તે શાંતિ અને સકારાત્મકતા ફેલાવવા માટે પણ અહીં આવી છે. દરેક વ્યક્તિએ તેમની જગ્યામાં ખુશ રહેવું જોઈએ. બીજાના મામલે કોઈ વાત ના કરવી જોઈએ. કરીનાના કહેવા પ્રમાણે, જો કોઈ ટ્રોલિંગથી ખુશ થાય છે, તો તેમને ખુશ રહેવા દેવા જોઈએ. ટ્રોલિંગ ફક્ત નકારાત્મકતાને ફેલાવે છે તેથી તેને મારા જીવનમાં કોઈ સ્થાન નથી.

આ પહેલા એક ઇન્ટરવ્યુમાં કરીનાએ નેપોટિઝ્મ વિશે કહ્યું હતું કે, ‘નેપોટિઝમના કારણે કોઇ 21 વર્ષ સુધી કામ કરી શકશે નહીં. આ શક્ય નથી. હું ઘણા સુપરસ્ટારના બાળકોનું લિસ્ટ શોધી શકું છું, જેમના માતાપિતા સુપરસ્ટાર હતા, પરંતુ બાળકો કારકિર્દી બનાવી શક્યા નહીં.

જણાવી દઈએ કે, કરીનાએ હાલમાં જ જણાવ્યું છે કે, તેને જયારે બીજી પ્રેગનેંન્સી વિષે સૈફ અલી ખાનને જણાવ્યું હતું ત્યારે તેનુંય રિએક્શન કેવું હતું. કરીનાએ કહ્યું હતું કે, તેના પરિવારમાંથી બિલકૂલ પણ ફિલ્મી રિએક્શન મળ્યું ના હતું. ત્યાં સુધી કે સૈફનું રિએક્શન પણ નોર્મલ હતું.

જણાવી દઈએ કે, કરીના જલદી જ બીજી વાર બાળકને જન્મ આપશે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આમિર ખાન સાથે તે ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં નજરે આવશે.