બોલીવુડની એક્ટ્રેસ વચ્ચે હંમેશાકચકચાટ તો જોવા જ મળે છે. પહેલાના સમયમાં જાહેરમાં લડાઈ-ઝઘડા થતા હતા પરંતુ હવે એક બોલેલું જ કાફી હોય છે.
View this post on Instagram
આ બોલવાથી સાપ પણ મરી જાય છે ને લાકડી પણ નથી તૂટતી. કરીના કપૂર અને પ્રિયંકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું તેની જીવતું જાગતું ઉદાહરણ હાલ સામે આવ્યું હતું.
View this post on Instagram
ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના ઇન્ટરવ્યૂ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કરીનાને પૂછવામાં આવ્યું હતું કે,બોલીવુડમાં 50 વર્ષનો એક્ટર અને 20 વર્ષની એક્ટ્રેસ રોમાન્સ કરી શકે છે.
View this post on Instagram
પરંતુ 50 વર્ષની એક્ટ્રેસને પડદા પર રોમાંસ કરવાનો મોકો નથી મળતો કારણકે આ જોડીને અજીબ કહેવામાં આવે છે. આ સવાલના જવાબમાં કરીનાએ પ્રિયંકાને આડે હાથ લઈને કહ્યું હતું કે, પ્રિયંકા અને નિકની ઉંમરને જ જોઈ લો.
View this post on Instagram
વધુમાં કરીનાએ કહ્યું હતું કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બંને અલગ અલગ જનરેશનના છે છતાં પણ બંને વચ્ચે પ્રેમ છે ?
View this post on Instagram
સૈફ અલી ખાન અને હું અમે બંને પણ અલગ જનરેશનના છે છતાં પણ અમને બંનેને પ્રેમ છે, તેમાં શું મોટી વાત છે. આ તો સમાજમાં છે. આ મામલે નિર્માતાએ પણ થોડું બદલાવ લાવવાની જરૂર છે.
View this post on Instagram
બધાઈ હો જેવી ફિલ્મથી આ મામલામાં બદલાવ આવી શકે છે. કરીનાની આ મજાક પરથી સમજી શકાય કે, હજુ સુધી કરીના અને પ્રિયંકા વચ્ચે તકરાર અકબંધ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, પ્રિયંકા અને કરીના એક સાથે વર્ષ 2018માં જ્યારે કૉફી વિથ કરણ શૉમાં પહોંચ્યા હતા ત્યારે પણ બન્ને વચ્ચે તકરાર થઇ હતી. બન્ને એકબીજા પર કટાક્ષ કર્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.