બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા દીકરા અને સૈફ અલી ખાનના ચોથા બાળકને જન્મ આપ્યો હતો.જો કે, કરીના અને સૈફે ના તો તેનો ચહેરો બતાવ્યો છે અને ના તેના નામને લઇને કોઇ જાણકારી સામે આવી છે
જો કે, એક રીપોર્ટમાં તૈમુરના ભાઇના નામનો ખુલાસો થયો હતો. બોમ્બે ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, કરીના અને સૈફ દીકરાના નામ પર ઘણુ વિચારી રહ્યા છે. રણધીર કપૂરને જયારે બાળકનું નામ કયારે રાખવામાં આવ્યુ તેના વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે, કરીનાના દીકરાનું નામ એક સપ્તાહ પહેલા જ ફાઇનલ થયુ છે.
ખાન અને કપૂર પરિવારે પહેલા જ દિવસથી બાળકના નામને લઇને ચુપ્પી સાધેલી હતી. જયારે તૈમુરના જન્મ બાદ તેનું નામ સામે આવ્યુ ત્યારે ઘણો વિવાદ થયો હતો. બોલીવુડની બેબો કરીના કપૂર હાલ તો તેના પુસ્તક “કરીના કપૂર પ્રેગ્નેન્સી બાઇબલ”ને લઈને વિવાદોમાં સપડાયેલી છે.
તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઇ છે, પરંતુ આ દરમિયાન કરીનાના બીજા લાડલા દીકરા જેહની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
પોતાના બીજા બાળકના જન્મ બાદ બોલીવુડની બેબો અભિનેત્રી કરીના કપૂર સતત ચર્ચામાં રહેતી જોવા મળે છે. તે અવાર નવાર પાર્ટીઓમાં પણ સ્પોટ થતી જોવા મળે છે, તો ઘણીવાર તેના લુકને લઈને પણ ચાહકોમાં ચર્ચાઓ પેદા કરતી જોવા મળે છે, પરંતુ હાલમાં કરીનાના પુસ્તકને લઈને તે વિવાદોમાં સપડાઈ ગઈ છે.
હાલમાં જ કરીનાએ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું છે. જે પુસ્તકનું નામ છે “કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ” એક તરફ જ્યાં કરીનાના ચાહકો અને મિત્રો દ્વારા આ બુકની પ્રસંશા કરવામાં આવી રહી છે તો બીજી તરફ કરીના કપૂર તેના આ પુસ્તકના કારણે કાનૂની વિવાદોમાં ફસાતી નજર આવી રહી છે.
તમને જણાવી દઈએ કે કરીના કપૂરે આ વર્ષની શરૂઆતમાં જ પોતાના બીજા દીકરા જેહને જન્મ આપ્યો છે, કરીનાએ પોતાનું આ પુસ્તક પોતાના બીજા દીકરાના જન્મ બાદ જ લખી હ્ચે. જેમાં તેને પોતાની બંને પ્રેગ્નેન્સીનો અનુભવ શેર કર્યો છે. કરીનાનું આ પુસ્તક લોન્ચ થવાની સાથે જ બેસ્ટ સેલર બની ગયું છે. કરીના આ પુસ્તકને પોતાની ત્રીજી પ્રેગ્નેન્સી જણાવે છે.\
કરીના કપૂરના “પ્રેગ્નેન્સી બાઇબલ” ટાઇટલ હાલ ચર્ચામાં છે ત્યારે આ બુકમાંથી તેના દીકરા જેહની કેટલીક ના જોયેલી તસ્વીર સામે આવી છે. કરીનાના એક ફેંપેજ દ્વારા આ તસ્વીર શેર કરવામાં આવી છે
જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જો ફેન પેજનો દાવો સાચો છે તો પહેલીવાર કરીનાના દીકરા અને તૈમૂરના નાના ભાઈની તસ્વીર જોવા મળે છે. કરીના કપૂરના ફેન પેજ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલી આ તસ્વીરની અંદર ક્રેઈન અને નેનો દીકરો દેખાઈ રહ્યો છે.
આ તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે “અમે લોકો તેની બુકની કેટલીક અનસીન તસવીરો જોઈને ખુબ જ એક્સાઈટેડ છીએ. પહેલી તસ્વીર તૈમુરની છે અને બીજી જેહની. તેમના પુસ્તકને પ્રિ-ઓર્ડર કરો.”
આ તસ્વીરને જોઈને લોકો હવે જેહને તૈમુર જેટલો જ ક્યૂટ ગણાવી રહ્યા છે.થોડા દિવસ પહેલા જ કરીનાના બીજા દીકરાના નામનો ખુલાસો થયો છે. કરીના કપૂર ફેબ્રુઆરીમાં માતા બની હતી અને હજુ સુધી તેને પોતાના બીજા દીકરાની તસ્વીર અને નામ વિશે ખુલાસો નહોતો કર્યો.
View this post on Instagram
હજુ કરીના કપૂર કે સૈફ અલી ખાન દ્વારા તેમના બીજા દીકરા વિશેની કોઈ તસ્વીર શેર કરવામાં નથી આવી, પરંતુ કરીનાના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીર જોઈને ચાહકો પણ ખુબ જ ઉત્સાહિત થયેલા જોવા મળી રહ્યા છે.