ખબર ફિલ્મી દુનિયા

સેફની બેગમ કરીના કપૂરે પ્રેગ્નેન્સીનું ખોલ્યું મોટું રાઝ

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીને લઈને ખુબ જ કાળજીપૂર્ણ છે. તે પોતાની પ્રેગ્નેસીને લઈને ઘણી ટિપ્સ પણ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. તે પોતાની કાળજી પણ ખુબ જ રાખે છે, તે યોગ કરતા પણ શરૂઆતમાં જોવા મળી હતી.

Image Source

થોડા સમય પહેલા તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટ્રોરી ઉપર તાજા ફળોની તસ્વીર શેર કરી હતી. ત્યારબાદ કરીનાએ બૂમરેંગ વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેના હાથમાં દૂધના બે કન્ટેનર નજર આવી રહ્યા હતા.

Image Source

આ બૂમરેંગ વીડિયોની અંદર કરીનાએ લખ્યું હતું કે, “દિવસની શરૂઆત, ગાયના તાજા દૂધ સાથે”. કરીના હંમેશા હેલ્દી ખોરાક લેવાનું જ પસંદ કરે છે. તે પોતાની બીજી પ્રેગ્નેન્સી દરમિયાન પણ પોતાના ડાયટનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સ્પોટબોય ના જણાવ્યા પ્રમાણે કરીનાએ જણાવ્યું હતું કે “ડેરી પ્રોડક્ટ્સની અંદર હાઈ ન્યુટ્રિશનલ વેલ્યુ હોય છે અને હું હંમેશા મારા જમવાની સાથે થોડું ઘી અને દહીં લેવાનું પસંદ કરું છું.

Image Source

હું બધાને હંમેશાથી જ સલાહ આપું છું કે તેમને પોતાના ડાયટમાં દૂધ, ઘી અને ઘી જેવા પદાર્થો સામેલ કરવા જોઈએ. કારણ કે આ ત્રણેય પ્રેમથી ભરેલા હોય છે.” કરીના ટૂંક સમયમાં જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. તે પોતાના બીજા બાળક સાથે નવા ઘરમાં શિફ્ટ થવાની પણ તૈયારી કરી રહી છે. થોડા દિવસ પહેલા જ કરીનાએ એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી જેમાં તે ઇન્ટિરિયર ડિઝાઇનરને નિર્દેશ આપતી જોવા મળી હતી.