આજના સમયમાં સોશિયલ મીડિયા ચાહકો અને સ્ટાર્સ વચ્ચેનું સીધું માધ્યમ બની ગયું છે. હવે સિતારાઓ સોશિયલ મીડિયાની મદદથી તેમના ચાહકો સુધી પહોંચી શકે છે. આ સાથે,ચાહકો તેમના મનપસંદ સિતારાઓની તસવીરો અને વીડિયો પર ટિપ્પણી કરીને તેમના પ્રેમ અને ક્યારેક ગુસ્સો પણ વ્યક્ત કરી શકે છે.

આજે, લગભગ દરેક સ્ટાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે હજી પણ ઇન્સ્ટાગ્રામથી દૂર છે. આ યાદીમાં કરીના કપૂર ખાનનું નામ મોખરે હતું. પરંતુ કરીનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં પ્રવેશ કર્યો છે.

પરંતુ હજી પણ ઘણા સ્ટાર્સ છે જેઓ ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે હાજર નથી. તો આવો ક્યા સ્ટાર્સ કેટલાક સ્ટાર્સ છે, જે આજે પણ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા નથી.
રણબીર કપૂર

બોલિવૂડનો ક્યૂટ હંક કહેવાતો રણબીર કપૂર સત્તાવાર રીતે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ નથી. જો કે, ઘણી વાર એવું સાંભળવામાં આવ્યું છે કે રણબીર કપૂર પાસે એક ગુપ્ત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જેના વિશે થોડા લોકો જ જાણે છે. આ ખાતાની મદદથી રણબીર દરેક પર નજર રાખે છે પરંતુ રણબીર વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. રણબીરની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. આ ફિલ્મમાં રણબીર સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે.
રાની મુખર્જી

પોતાની લાંબી કારકિર્દીમાં એક બાદ એક હિટ ફિલ્મો આપનારી રાની મુખર્જી પણ સોશિયલ મીડિયા પર નથી. રાની મુખર્જીના નામે ઘણા એકાઉન્ટ છે પરંતુ સત્તાવાર ચકાસણી કરતું એકાઉન્ટ નથી. ઉલ્લેખનીય છે કે રાની તાજેતરમાં ફિલ્મ મરદાની 2 માં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. રાની ટૂંક સમયમાં ફિલ્મ સૂર્યવંશીમાં કેમિયો કરતી જોવા મળશે. તે સાથે બંટી ઓર બબલીની રિમેકમાં જોવા મળશે.
સૈફ અલી ખાન

કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે, ત્યારે સૈફ અલી ખાન હજી પણ સત્તાવાર રીતે ઇન્સ્ટાગ્રામથી દૂર છે. ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન પાસે ઘણા ફેન પેજ છે, જ્યારે કેટલાક પેજ તો પોતાને ઓફિશિયલ એકાઉન્ટ પણ કહે છે પરંતુ સૈફ અલી ખાન પાસે વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નથી. એટલે કે, એમ કહી શકાય કે સૈફ અલી ખાન સત્તાવાર રીતે ઇન્સ્ટાગ્રામ પર નથી.
રેખા

ટ્રેન્ડ સાથે ચાલતી અભિનેત્રી રેખા પણ ઇન્સ્ટાગ્રામ પર હાજર નથી, તેમ છતાં, રેખાની સુંદર તસવીરો ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે. તે જ સમયે, ચાહકોને તેણીની નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પણ હેશટેગ રેખાના નામથી મળી છે. નોંધનીય છે કે આજે પણ રેખા તેની સુંદરતા અને દોષરહિત શૈલીથી દરેકના દિલ જીતી લે છે.
ઇમરાન ખાન

બોલીવુડની જેમ ઇમરાન પણ ઇન્ટરનેટ પર નિષ્ક્રિય રહ્યો છે. તેની પાસે કોઈ પેજ નથી, તે તેના પરિવારના ફોટો શેર કરતો નથી. ઇમરાન પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાને વર્ષ 2008માં ફિલ્મ ‘જાને તુ યા જાને ના…’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.