સોહા અલી ખાનની દીકરી ઇનાયાની બર્થ ડે પાર્ટીમાં જેહ સાથે પહોંચી કરીના કપૂર ખાન, કેમેરામાં કેદ થઇ ખૂબસુરત તસવીરો

કરીનાના ચહેરા પર સૂજન સાથે જોવા મળી ટેંશન માતાના ખોળામાં બેસી બધુ જોતો રહ્યો 7 મહીનાનો દીકરો જેહ

બી-ટાઉનની ટોપ અભિનેત્રીઓમાંની એક કરીના કપૂર ખાન હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી રહી છે. કયારેક તે તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે તો કયારેક પરિવાર સાથેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. હાલમાં જ સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની દીકરી ઇનાયા ખેમૂના બર્થ ડેના  ખાસ અવસર પર કરીના કપૂર સ્પોટ થઇ હતી. આ દરમિયાનની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

કરીના કપૂર ખાનની આ તસવીરોમાં ખાસ વાત એ છે કે, આ તસવીરોમાં તેનો નાનો દીકરો જેહ તેના ખોળામાં જોવા મળી રહ્યો છે. આ પહેલો મોકો છે જયારે જેહની ક્લિયર તસવીર ચાહકોના વચ્ચે આવી છે.આ તસવીરોમાં જેહ કેમેરા તરફ જોઇ રહ્યો છે. એવી જ રીતે જેવી રીતે તૈમુર જોતો હતો.

7 મહીનાનો જેહ તેની માતા કરીનાના ખોળામાં છે. જયારે નૈની કરીનાની પાછળ નજર આવી રહી છે. માતા અને દીકરો બંને સોહા અલી ખાનની દીકરી ઇનાયાની બર્થ ડે માટે નીકળ્યા હતા તે દરમિયાનની આ તસવીરો છે. બીજી તરફ જોઇએ તો, બર્થ ડે પાર્ટીમાં પટૌડી પરિવારના બધા બાળકો પહોચ્યા  જેમાં તૈમુર અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન પણ સામેલ હતા.

કેટલાક સમય પહેલા જ સામે આવ્યુ હતુ કે, કરીનાના નાના દીકરાનું નામ જહાંગીર છે અને તેને બધા પ્રેમથી જેહ કહીને બોલાવે છે. કરીનાએ ઇનાયાને બર્થ ડે વિશ કરતા સોશિયલ મીડિયા પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી હતી.

ઇનાયાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થવા માટે કરીના જેહ સાથે નીકળી હતી. આ દરમિયાન તેના મોઢા પર થકાન અને ટેંશન જોવા મળી રહી હતી. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસથી સતત કરીના ટ્રાવેલ કરી રહી છે અને તેનો ચહેરો જોઇ લાગી રહ્યુ છે કે, આ ટ્રાવેલિંગની થકાન છે.

ઉલ્લેખનીય છે કે, સોહા અલી ખાનની દીકરીના બર્થ ડે પર યુનિકોર્ન લૈંડ થીમ પાર્ટી આપી હતી. આ દરમિયાન ઇનાયાની મામી કરીના કપૂર ખાને ઇનાયાને ખાસ અંદાજમાં વિશ કર્યુ હતુ. સોહા અલી ખાનની પાર્ટીમાં પૂરા ઘરને રંગીન ફુગ્ગાથી સજાવવામાં આવ્યુ હતુ.તેમાં પિંક, બ્લૂ અને યલો તેમજ ગ્રીન રંગના ફુગ્ગા હતા. બર્થ ડે પર ઇનાયાએ પિંક ફ્રોક પહેર્યુ હતુ અને તેમાં તે ખૂબ જ ક્યુટ લાગી રહી હતી.

પાર્ટીથી પરત ફરતા કરીના કપૂરનો નાનો દીકરો જેહ નૈનીના ખોળામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન જેહ કેમેરા સામે ટુકુર-ટુકુર જોઇ રહ્યો હતો. કરીનાએ પાર્ટીમાં જે આઉટફિટ પસંદ કર્યો હતો, તેમાં તે ખૂબસુરત લાગી રહી હતી.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, કરીનાની અપકમિંગ ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” છે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન જોવા મળશે. જણાવી દઇએ કે, કરીના કપૂરે ઘણી હિટ ફિલ્મો આપી છે.

Shah Jina