મનોરંજન

ખુબ જ જિદ્દી થઇ ગયો છે, કરીનાનો લાડલો…અડધી રાત્રે જીદ્દ પુરી કરવા પ્રેગ્નેન્ટ કરીના ઘરની- જુઓ તસવીરો

છોટે નવાબે એવી જિદ્દ પકડી કે કરીનાને અડધી રાત્રે રસ્તા પર..જુઓ

અભિનેત્રી કરીના કપૂર ખાન હાલ પોતાની બીજી પ્રેગ્નેસીનો આનંદ માણી રહી છે, ત્યારે તેનો પહેલો દીકરી તૈમુર હવે ખુબ જ જિદ્દી બની ગયેલો જોવા મળી રહ્યો છે. તૈમુર સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલો રહે છે.

તૈમુરની નાનામાં નાની હરકત પણ કેમેરામાં કેદ થતી જોવા મળે છે, ત્યારે આ દરમિયાન જ અડધી રાત્રે તૈમુરની જીદના કારણે કરીનાને તેને બહાર લઈને નીકળવું પડ્યું હતું, જેની ઘણી તસવીરો પણ વાયરલ થતી જોવા મળે છે.

કરીનાને પોતાની પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોની અંદર ચાલવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે, તે છતાં પણ તે પોતાના દીકરા તૈમુર સાથે બહાર સ્પોટ તાતી જોવા મળી હતી.

તૈમુર જેવો જ તેની માતા સાથે કારની અંદર બેઠો અને ફોટોગ્રાફર તેની તસવીરો ક્લિક કરવા લાગ્યા કે તરત જ તૈમુર ગુસ્સામાં તેમને લાલ આંખ બતાવવા લાગ્યો હતો.

હવે તૈમુરને તેના ફોટો ક્લિક કરાવવા પસંદ નથી, અવાર નવાર જોવા મળે છે કે તૈમુર ફોટોગ્રાફર ઉપર ગુસ્સે થતો હોય છે. જેના વીડિયો પણ ઘણા વાયરલ થાય છે.

રાત્રે કરીના સાથે જોવા મળેલા તૈમુરે બ્લેક ટી શર્ટ, જીન્સ અને સફેદ સૂઝ સાથે જોવા મળ્યો હતો, તો કરીના પણ આ દરમિયાન કમ્ફર્ટેબલ કપડામાં જોવા મળી હતી.

ગાડીમાંથી ઉતરવાની સાથે જ તૈમુર ભાગવા લાગ્યો હતો, અને કરીનાએ મુશ્કેલીથી તેને પકડી રાખ્યો હતો.

કરીના આ દરમિયાન ઘરે એકલી છે, તેનો પતિ સૈફ અલી ખાન ફિલ્મના શૂટિંગની અંદર વ્યસ્ત છે, જેના કારણે તૈમુરને સાચવવાની જવાબદારી પણ કરીનાના માથે જ આવેલી છે.

કરીના જલ્દી જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. કરીનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતી જોવા મળે છે.