મનોરંજન

પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન માતા સાથે નીકળી ફરવા, બેબી બંપ ફ્લોન્ટ કરતી આવી નજરે

પગમાં સોજા અને 6 મહિનાના બેબી બંપ સાથે સરખી રીતે નથી ચાલી રહી કરીના, મેકઅપ વગર કેમેરામાં ઝડપાઇ- જુઓ તસ્વીરો

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર આજકાલ પ્રેગ્નેન્સીનો ભરપૂર આનંદ લઇ રહી છે. હાલ કરીનાને પ્રેગ્નેન્સીના 6 મહિના થઇ ગયા છે. કરીના ક્યારેક ઘર પર આરામ કરતી નજરે ચડે છે તો ક્યારેક બહાર જતી નજરે ચડે છે. શનિવારે રાતે કરીના તેની માતા બબીતા સાથે ફરતી નજરે ચડી હતી.

Image source

હાલમાં જ કરીનાના તેની માતા બબિતા સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન કરીના કફ્તાન ટાઈપના ડ્રેસમાં નજરે ચડી હતી. જેમાં બેબી બંપ નજરે ચડયો હતો. કોરોનાની મહામારીને કારણે કરીનાએ માસ્ક પણ પહેર્યું હતું. કરીનાને પ્રેગ્નેન્સીના કારણે પગમાં સોજા આવી ગયા છે જેના કારણે તેને ચાલવામાં તકલીફ પડી રહી છે.

Image source

હવે તેનો બેબી બંપ પણ દેખાવવા લાગ્યો છે જેના કારણે તેને હાલવા-ચાલવામાં તકલીફ થઇ રહી છે. આમ છતાં પણ તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા ફરવા માટે નીકળી પડે છે. હાલ કરીનાને છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે. બેબી બંપના કારણે કરીના આજકાલ બેહદ લુઝ ડ્રેસમાં નજરે આવી રહી છે. માથા પર ગોગલ્સ રાખ્યા હતા. કરીના આ દરમિયાન બિલકુલ મેકઅપ કર્યો ના હતો. કરીનાની આંખ પણ સોજેલી જોવા મળી હતી.

Image source

કરીના પ્રેગ્નેન્સી દરમિયાન પણ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેની માતા સાથેની એક તસ્વીર શેર કરી હતી. જેમાં એક્ટ્રેસની માતા તેમના માથામાં માલિશ કરતી નજરે ચડે છે.

Image source

જણાવી દઈએ કે કરીનાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે સૈફ અલી ખાનને તેની બીજી ગર્ભાવસ્થા વિશે કહ્યું ત્યારે કેવી પ્રતિક્રિયા આપી રહી હતી. કરીનાએ કહ્યું કે તેને પરિવાર તરફથી કોઈ ફિલ્મની પ્રતિક્રિયા મળી નથી. સૈફની પ્રતિક્રિયા પણ સામાન્ય હતી.

Image source

કરીનાએ કહ્યું હતું કે, ‘મારા ઘરમાં ફિલ્મી કંઈ નથી. સૈફ ખૂબ સામાન્ય અને રિલેક્સ રહે છે. હા, જ્યારે તેને ખબર પડી ત્યારે તે ખૂબ જ ખુશ હતો. મેં કહ્યું તેમ તે બધું આયોજિત નહોતું પરંતુ તે કંઈક હતું જે અમે ખરેખર ઉજવવા માંગતા હતા. રિપોર્ટનું માનીએ તો કરીના ફેબ્રુઆરી-માર્ચમાં બાળકને જન્મ આપશે.

Image source

કરીનાએ હાલમાં જ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મમાં કરીનાની સાથે આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અગાઉ આ ફિલ્મ 2020 ના નાતાલ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 2021ના ​​ક્રિસમસ પર રિલીઝ થશે. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડના સુપરસ્ટાર ટોમ હેન્ક્સ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ પર આધારિત છે.

બોલીવુડની બેબો કરીના કપૂર ખાન હાલ તો તેની બીજી પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. કરીના હાલ તેની પ્રેગ્નેન્સીનો ખ્યાલ રાખી રહી છે. આ સાથે જ તે કામ પણ કરી રહી છે. કરીના કયારે પણ તેની ફેશન સેન્સથી ફેન્સને નિરાશ નથી કરતી. કરીના કપૂર ખાનની ગણના એ એક્ટ્રેસમાં થાય છે જે હંમેશા ફેશન ફોરવર્ડ કપડાં પહેરવા માટે ઓળખવામાં આવે છે. બેબોના રેડ કાર્પેટના લુક્સની વાત હોય અથવા તો મેટરનિટી ફેશનની વાત હોય તેની સ્ટાઇલ જોવાલાયક હોય છે.

Image source

એ વાતમાં પણ કોઈ શંકા નથી કે, બેબોની બીજી પ્રેગનેન્સી સાથે તેની મેટરનિટી સ્ટાઇલ પણ પુરી તરહથી બદલાઈ ચુકી છે. હવે કરીના તેના બેબી બંપને ફ્લોન્ટ કરવા માટે રિલેક્સ સિલહુટ અને બ્રિજી કફ્તાન જેવા આઉટફિટને વધુ પહેરી રહી છે. કરીનાનો આ લુક ત્યારે જોવા મળ્યો જયારે કરીના સીટી આઉટિંગ દરમિયાન સ્પોટ થઇ હતી.

Image source

કરીના તેના બાંદ્રાના ઘરે કરવા ચોથના ખાસ દિવસે ફેમલી લંચના સમયે સ્પોટ થઇ હતી. આ લંચ પાર્ટીમાં અનીષા મલ્હોત્રા, તારા સુતરીયા, અમન જૈન, આદર ખાન હાજર રહ્યા હતા.

Image source

કરીનાનાઓવર લુકની વાત કરવામાં આવે તો તે એક્ટ્રેસ કેઝ્યુઅલ આઉટિંગ દરમિયાન ગીંગમ પિન્ક કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ સાથે જ ગોલ્ડન ફ્લેટ ચંપલ અને વાળને બાંધીને લુકને પૂર્ણ કર્યો હતો. કોરોનાના કારણે કરીનાએ સફેદ કલરનું માસ્ક પણ પહેર્યું હતું.

બોલીવુડના સિતારાઓ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. સિતારાઓ પોતાનાથી જોડાયેલી તસ્વીર શેર કરતા રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સેલિબ્રેટી અને ફેન્સ વચ્ચેની દુરી પુરી થઇ ગઈ છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં એવા લોકોની કમી નથી કે જે સેલેબ્સને ટ્રોલ કરવામાં અને ખરાબ કમેન્ટ કરવાનો કોઈ મોકો છોડતા હોય.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો છે. તે કહે છે કે જે લોકો સેલેબ્સને ઓનલાઇન ટ્રોલ કરે છે તેમની પાસે કોઈ કામ નથી. તાજેતરમાં ‘ધી ક્વિન્ટ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું હતું કે, મને લાગે છે કે લોકડાઉન અને કોવિડે લોકોના મગજને ઘણી અસર કરી છે અને દરેકની પાસે ફ્રી સમય પણ છે.

તેથી લોકો ઓવર ડિસ્ક, ઓવર ટ્રોલિંગ જેવી વસ્તુઓ કરે છે. દરેક જણ ઘરે બેઠા છે, ઘણા લોકો પાસે નોકરી નથી. દરેક વ્યક્તિએ તેને ટ્રોલિંગની જેમ જોવું જોઈએ નહીં. મને લાગે છે ઘરમાં બધા કંટાળી ગયા છે તેથી લોકો કંઈક ને કંઈક કરવા માંગે છે.

ટ્રોલરો વિશે વાત કરતા કરીનાએ વધુમાં કહ્યું કે, તે શાંતિ અને સકારાત્મકતા ફેલાવવા માટે પણ અહીં આવી છે. દરેક વ્યક્તિએ તેમની જગ્યામાં ખુશ રહેવું જોઈએ. બીજાના મામલે કોઈ વાત ના કરવી જોઈએ. કરીનાના કહેવા પ્રમાણે, જો કોઈ ટ્રોલિંગથી ખુશ થાય છે, તો તેમને ખુશ રહેવા દેવા જોઈએ. ટ્રોલિંગ ફક્ત નકારાત્મકતાને ફેલાવે છે તેથી તેને મારા જીવનમાં કોઈ સ્થાન નથી.