ફિલ્મી દુનિયા

કરીના કપૂરે સસરા સાથે શેર કરી કાકા ઋષિની તસ્વીર, કહ્યું કે 1 ફ્રેમમાં 2 ટાઇગર

બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરનું ગુરુવારે નિધન થયું હતું. 67 વર્ષીય ઋષિ કપૂરે લાંબા સમયથી કેન્સર જેવી બીમારીથી પીડાતા હતા. ગુરુવારે 25 લોકોની હાજરીમાં ઋષિકપુરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ranbir Kapoor Universe (@ranbirkapooruniverse) on

કરીના કપૂરે તેના કાકાને યાદ કરતા એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં ઋષિ કપૂર સાથે કરીનાના સસરા એટલે કે મન્સુર અલી ખાન પટૌડી પણ જોવા મળે છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, કરીના કપૂરના સસરા મન્સૂર અલી ખાન પટૌડીએ મોટી હેટ પહેરીને ચશ્મા પહેરીને ઉભા છે તો ઋષિ કપૂર હસતા નજરે ચડે છે. આ તસ્વીર શેર કરતા કરીના કપૂરએ કેપ્સનમાં દિલ વાળું ઈમોજી બનાવીને લખ્યું હતું કે, ‘2 ટાઇગર.’

 

View this post on Instagram

 

Two Tigers ❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

આ સાથે જ કરીના કપૂર અન્ય એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેના પિતા રણધીર કપૂર અને કાકા ઋષિ કપૂર નજરે આવતા હતા. આ સાથે જ કરીનાએ લખ્યું હતું કે,The best boys I know… Papa and Chintu uncle.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952 ના રોજ મુંબઇના ચેમ્બુરમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેનું નામ ઋષિ રાજ કપૂર રાખવામાં આવ્યું હતું. ઋષિના દાદા પૃથ્વીરાજ કપૂર હતા. પૃથ્વીરાજ કપૂર ભારતીય થીએટર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા હતા. ઋષિ કપૂરના દાદા પછી તેમના પિતા રાજ કપૂરે આ ઇન્ડસ્ટ્રીઝની કમાન સાંભળી હતી. તે એક અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક હતો. રાજ કપૂરે કૃષ્ણ રાજ કપૂર (મલ્હોત્રા) સાથે લગ્ન કર્યા હતા.

Image source

વોશિંગ્ટન હાઇ સ્કૂલમાં ઋષિ કપૂર પહેલા સ્ટેજ શો દરમિયાન. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, ઋષિ કપૂર મિત્રો રાજુ નંદા, મિહિર ચિનોય અને રાહુલ રાવૈલ સાથે.

Image source

1991માં દશેરા નિમિત્તે બંગલા ક્રિષ્ના રાજમાં ગૃહ પ્રવેશ પૂજા દરમિયાન ઋષિ કપૂર અને નીતુ કપૂર.

Image source

માતા કૃષ્ણ, પપ્પા રાજ, કાકા શમ્મી અને ભાઈ રણધીર સાથે ઋષિ કપૂર (જમણેથી બીજા).

Image source

ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં બહેન રીમા, પત્ની નીતુ કપૂર, આલિયા ભટ્ટ અને અન્ય.

Image source