બોલિવુડના દિગ્ગજ અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઇ તેમજ રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું ગઇકાલે નિધન થયું હતું. તેમના નિધનથી કપૂર પરિવારમાં અને બોલિવુડમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. કરીના કપૂરના પિતા રણધીર કપૂર રાજીવ કપૂરના અંતિમ સમયમાં તેમની સાથે હતા અને તેમણે જ રાજીવ કપૂરના નિધનની ખબર શેર કરી હતી.

કરીના કપૂરને તેના કાકા રાજીવ કપૂરથી ખૂબ જ લગાવ હતો. કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જૂની તસવીર શેર કરી છે, જેમાં રાજીવ કપૂર તેમના ભાઇઓ અને પિતા સાથે છે.
View this post on Instagram
કરીનાએ આ તસવીર સાથે લખ્યુ કે, તૂટી ગઇ છું પણ મજબૂત છું. રાજીવ કપૂરના નિધનથી લોકોની સાથે સાથે કરીનાને ખૂબ જ આઘાત લાગ્યો છે. કરીના કપૂરના પિતા રણધીર કપૂર પણ ખૂબ જ તૂટી ગયા છે.

તમને જણાવી દઇએ કે, રાજીવ કપૂરનું નિધન હાર્ટ અટેકને કારણે થયું છે. તેઓ 58 વર્ષના હતા. કપૂર પરિવારનો તે અટૂટ હિસ્સો હતા. તેમના નિધનથી કપૂર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

રણધીર કપૂરે થોડા મહિના પહેલા જ તેમના નાના ભાઇ ઋષિ કપૂરને ગુમાવ્યા હતા અને ફરી તેમણે નાના ભાઇ રાજીવ કપૂરને ગુમાવ્યા. તેઓ રાજીવ કપૂરના નિધનથી ખૂબ જ તૂટી ગયા છે.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂર તેના બીજા બાળકને જન્મ આપવાની છે. તેઓ આ જ મહિને તેમના બીજા બાળકને જન્મ આપશે. આવી સ્થિતિમાં તેમને વધારે તણાવ ન લેવાની સલાહ આપવામાં આવતી હશે.