બોલીવુડના દિગ્ગ્જ એક્ટર સૈફ અલી ખાને 16 ઓગસ્ટએ તેનો 50મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસે સૈફ અલી ખાનને બૉલીવુડ સીતારાઓ અને ફેન્સએ બર્થડે વિશ કર્યું હતું. સૈફ અલી ખાનની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરે તેને 50માં બર્થડે પર બેહદ ખાસ ગિફ્ટ આપી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

પતિ સૈફ અલી ખાનના બર્થડે પર કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી હતી. ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરી હતી. તેણે સૈફ અલી ખાનનો એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે એક્ટરના 50 માં બર્થડે પર તેમના જીવનના 50 શેડ્સ બતાવ્યા હતા. આ વીડિયોને કરીના કપૂરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

અભિનેત્રીએ શેર કરેલા આ વીડિયોમાં સૈફ અલી ખાનના બાળપણની તસવીરથી લઈને મોટા થવા સુધીની તમામ ક્ષણો નજરે પડે છે. વીડિયોમાં બાળકો અને પરિવાર સાથે સૈફ અલી ખાનની તસવીરો પણ જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતાં કરીના કપૂરે સૈફ અલી ખાન માટે એક પોસ્ટ પણ લખી છે.
View this post on Instagram
કરીના કપૂરે તેની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મેં સૈફ માટે 50 વર્ષ પૂરા કરવા પર એક વિડિયો બનાવ્યો છે જેમાં તેણે પોતાના જીવનના 50 વર્ષો વિતાવ્યા છે. આ વીડિયો મેં ગઈરાત્રે સૈફ અલી ખાન સાથે શેર કર્યો છે. 22 મિનિટ લાંબો છે અને મને લાગે છે કે હજી ઘણું કહી શકાય.
View this post on Instagram
કરીના કપૂર ખાને પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, ‘હું અહીં સૈફની 50 તસવીરોની ક્લિપ શેર કરી રહ્યો છું. તે મારા દિલની ખૂબ નજીક છે. હેપી બર્થ ડે લવ … તમે 50 વર્ષની ઉંમરે ખૂબ જ સારા અને બહેતર જીવન જીવ્યા છો.’ કરીના કપૂરનો સૈફ અલી ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ બંનેના ફેન્સ પણ આ વીડિયોન પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.