કરીના કપૂરે શેર કરી તેના બીજા દીકરાની ઝલક, જુઓ તસવીર

કરીના કપૂરે બતાવી તેના બીજા દીકરાની ઝલક, ભાઇના ચહેરાથી નજર નથી હટાવી રહ્યો મોટો ભાઈ તૈમુર

બોલિવુડ સ્ટાર કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને તેમના બીજા દીકરાના નામ પર હજી સુધી સસ્પેંસ બનાવીને રાખ્યુ છે. આ વચ્ચે એકવાર ફરી કરીના કપૂર ખાને સૈફ સાથે બંને દીકરાઓની તસવીર ચાહકો સાથે શેર કરી છે.

Image source

કરીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે અને આ તસવીર શેર કર્યાની મિનિટોમાં જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરમાં તેણે ઇમોજીથી તેના નાના દીકરાનો ચહેરો છૂપાવીને રાખ્યો છે.

Image source

કરીનાએ ફરી એકવાર તેના નાના દીકરાની તસવીર તો શેર કરી પરંતુ તેણે તેનો ચહેરો બતાવ્યો નથી. હજી પણ ચાહકોને આ સ્ટાર કિડના ચહેરાની પહેલી ઝલક જોવા મળી નથી.

કરીનાએ શેર કરેલી તસવીરમાં સૈફ અલી ખાન, તૈમુર અને તેનો નાનો દીકરો છે. તૈમુર તેના નાના ભાઇને જોઇ રહ્યો છે. તો બીજી તરફ સૈફ અલી ખાન પણ તેમના બીજા લાડલાને સ્માઇલ સાથે જોઇ રહ્યા છે.

આ તસવીરમાં કરીનાનો નાનો દીકરો બ્લુ રોન્પરમાં જોવા મળી રહ્યો છે. તેની બંને મુઠ્ઠીઓ બંધ છે અને તે પિતા સૈફના હાથોને ટચ કરતો જોવા મળી રહ્યો છે. બાળકના ચહેરા પર બેબી ઇમોજી પોસ્ટ કરવામાં આવ્યુ છે. ચાહકો કરીનાની આ પોસ્ટ પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

કરીના કપૂરે આ પહેલા પણ તેના બીજા દીકરા સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. તેમાં તેનો દીકરો ખભા પર સૂતો જોવા મળ્યો હતો. આ તસવીરમાં પણ તેના દીકરાનો ચહેરો જોવા મળ્યો ન હતો.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઇના બ્રીચ કેંડી હોસ્પિટલમાં તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. જો કે, તેણે હજી સુુધી તેના દીકરાનો ચહેરો ચાહકો સાથે શેર કર્યો નથી.

 

Shah Jina