બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સૈફ અલી ખાનનો આજે જન્મ દિવસ છે, સૈફનાં ચાહકો સાથે ઘણા સેલેબ્રિટીઓ પણ સૈફ અલી ખાનને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે, ત્યારે આ દરમિયાન સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર ખાને પણ સૈફ અલી ખાનની તસવીરો શેર કરી જન્મ દિવસની શુભકમનાઓ પાઠવી છે.
કરીના અને સૈફ પરિવાર સાથે સૈફનો જન્મ દિવસ ઉજવવા માટે માલદીવ પહોંચ્યા છે. ત્યારે કરીનાએ સૈફ સાથે માલદિવથી બે તસવીરો શેર કરી છે. જેમાં કરીના અને સૈફ સાથે તેમના બંને દીકરા તૈમુર અને જેહ પણ નજર આવી રહ્યા છે. તો બીજી એક તસ્વીરની અંદર કરીના અને સૈફ પુલની અંદર રોમાન્ટિક પળો માણતા જોવા મળી રહ્યા છે.
કરીનાએ સૈફ અલી ખાનને જન્મ દિવસની શુભકામના પણ આપી છે. સૈફ સાથેની બે તસવીરો શેર કરવાની સાથે જ કરીનાએ લખ્યું છે કે, “જન્મ દિવસની શુભકામનાઓ મારા જીવનનો પ્રેમ… અનંતકાળ સુધી અને તેનાથી પણ વધારે ટેરો સાથ હું ઈચ્છું છું.”
કરીના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે, તો સાથે જ કરીનાની આ પોસ્ટ ઉપર જ ચાહકો સૈફનાં જન્મ દિવસની શુભકામનાઓ પણ આપી રહ્યા છે. કરીનાની આ પોસ્ટ ઉપર તેની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરા, અર્જુન કપૂર , અમૃતા અરોરા અને સૈફની બહેન સબા અલી ખાને પણ કોમેન્ટ કરી છે.
કરીના કપૂર ખાને હાલમાં જ પોતાનું પુસ્તક “કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું છે. આ પુસ્તકમાં જ તેને પોતાના નાના દીકરા જેહના નામનો ખુલાસો કર્યો છે. પુસ્તકમાં જણાવામાં આવ્યું છે કે જેહનું આખું નામ જહાંગીર છે. જહાંગીર નામ સામે આવવાની સાથે જ કરીના ફરી એકવાર દીકરાના નામને લઈને ટ્રોલર્સના નિશાના ઉપર આવી ગઈ છે.
તમને જણાવી દઈએ કે કરીના અને સૈફ પોતાના બંને બાળકો સાથે શનિવારના રોજ એક પ્રાઇવેટ પ્લેન દ્વારા માલદીવ રજાઓ મનાવવા તેમજ સૈફ અલી ખાનનો જન્મ દિવસ ઉજવવા માટે પહોંચ્યા હતા. જેમની એરપોર્ટ ઉપરથી કેટલીક તસવીરો પણ સામે આવી હતી.