મનોરંજન

કરીના કપૂરે શેર કરી મેકઅપ વગરની તસ્વીર, ચહેરા પર સાફ નજરે આવ્યો પ્રેગનેન્સી ગ્લો

મેકઅપ વગરની તસ્વીર જોઈને લોકોએ ટ્રોલ કરી, કહ્યું કે કેવી હતી અને કેવી થઇ ગઈ

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. સામાન્ય નાગરિકની જેમ બોલીવુડના સેલિબ્રિટી પણ આ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા લાગ્યા છે. કરીના કપૂર ખાન દિવાળીના એક નાના સેલિબ્રેશનમાં માતા બબીતા કપૂર અને તે લોકો સાથે નજરે આવી હતી જે તેનું અને તેના કામનું ધ્યાન રાખે છે. આ તસ્વીર કરીનાની મેનેજર પૂનમ દમાનિયાએ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

તસ્વીરમાં કરીના કપૂરની માતા બબીતા અને પૂનમ સિવાય ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા અને મેકઅપ આર્ટિસ્ટ પોમ્પી હૈંસ પણ જોવા મળ્યા હતા. કરીનાએ ઓફ વ્હાઇટ કલરના સલવાર કુર્તો પહેર્યો હતો.જેની સાથે લાલ દુપટ્ટો પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Poonam Damania (@poonamdamania) on

કરીના જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપશે. જેની ચમક તેના ચહેરા પર જોઈ શકાય છે. પૂનમે આ તસ્વીરો સાથે લખ્યું હતું કે, પસંદગીના લોકો સાથે તહેવારની શરૂઆત કરવી તેનાથી વધુ શું હોઈ શકે છે. આ સાથે જ પૂનમે હેપી દિવાળી પણ લખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

હાલ તો કરીના તેના પ્રેગ્નેન્સી પીરિયડનો આનંદ માણી રહી છે. આ સમયે પણ તે લગાતાર કામ કરી રહી છે. ક્યારેક કરીના સ્ટુડિયોની બહાર તો કયારેક ફોટોશૂટની તસ્વીર સામે આવતી રહે છે. કરીનાએ એક્ટ્રેસમાં શામેલ છે જે ડિલિવરીના સમય સુધી કામ કરવા માંગે છે. આ વચ્ચે કરીનાએ નો મેકઅપ લુકની તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, કરીના સૂતી-સૂતી સેલ્ફી લે છે. માથા પર નાની બિંદી લગાડી છે. કરીનાને આ બિંદી લુક પસંદ આવી રહ્યો છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, કંઈક તો વાત છે બિંદી લગાડવામાં જે મને પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

કરીના કપૂર તેની બીજી ગર્ભાવસ્થા દરમિયાન પણ ફેશન મામલે કોઈ આડું -અવળું કરવા માંગતી નથી. કરીના જયારે પણ ઘરની બહાર જોવા મળે છે ત્યારે તે સ્ટાઈલિશ અંદાજમાં જ જોવા મળે છે. કરીના કપૂર ફેશનની સાથે આરામનું પણ ધ્યાન રાખે છે. કરીના ઢીલા અને લાંબા કપડાં વધુ પહેરે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીનાએ હાલમાં જ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પના આ રિમેકમાં કરિના ફિમેલ લીડમાં છે. ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે. લાલસિંહ ચઢ્ઢા આ વર્ષે નાતાલ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે 2021માં નાતાલ પર રિલીઝ થશે. આમિર ખાન સાથે કરીનાની આ ત્રીજી ફિલ્મ છે.