ના મેકઅપ કર્યો, ના સરખી રીતે વાળ ઓળ્યા, બસ એમ જ ભાણીના જન્મ દિવસની પાર્ટીમાં પહોંચી કરીના કપૂર, પહેર્યા હતા આવા કપડાં….

41 વર્ષની ઉંમરમાં બે બાળકોની માતા કરીના કપૂરે ભાણીના જન્મ દિવસની પાર્ટીમાં પહેર્યા એવા કપડાં કે એક મિનિટ પણ નહિ હટે નજર

બોલીવુડની બેબો કરીના કપૂર કોઈને કોઈન કારણોસર ચર્ચામાં બનેલી રહેતી હોય છે, થોડા સમય પહેલા તે તેના પુસ્તકને લઈને ચર્ચામાં આવી હતી, પછી તેના બીજા બાળકના નામને લઈને, ફરી તેના માલદીવના પ્રવાસ દરમિયાન ચર્ચામાં આવી અને હવે તેની નણંદ સોહા અલી ખાનની દીકરીના જન્મ દિવસની પાર્ટીના કારણે ચર્ચામાં આવી છે.

સોહા અલી ખાન અને કૃણાલ ખેમુએ તેમની દિકરી ઇનાયા ખેમુનો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. આ દરમિયાન કરીના તેના બંને દીકરા તૈમુર અને જહાંગીર સાથે આવી પહોંચી હતી. આ પાર્ટીની જ કેટલીક અંદરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં કરીનાનો લુક એકદમ જુદો જ નજર આવી રહ્યો છે.

ભાણીના જન્મ દિવસની પાર્ટીમાં પહોંચેલી કરીનાએ ના મેકઅપ કર્યો હતો, ના સરખી રીતે તેને પોતાના વાળ ઓળ્યા હતા. તેને જોતા તો એવું લાગી રહ્યું હતું કે તે ખુબ જ જલ્દી જલ્દીમાં પાર્ટીની અંદર આવી પહોંચી છે. સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે કરીનાએ ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેરી રાખ્યો છે.

કરીના કપૂર ખાન આ દરમિયાન ખોળાની અંદર નાના દીકરા જહાંગીરને લઈને ઘરેથી નીકળી હતી. થોડી વાર પછી જેહને ખોળામાં રાખ્યા બાદ નૈનીને આપી દીધો હતો. કરીનાએ આ દરમિયાન ફોટોગ્રાફરોને પણ ખુબ જ પોઝ આપ્યા હતા.

આ દરમિયાન પાર્ટીમાં પહોંચેલી કરીનાનો એવો લુક જોવા મળ્યો જે કદાચ આજ પહેલા ક્યારેય જોવા નહીં મળ્યો હોય. કરીના કપૂર ખાન પાર્ટીની અંદર ખુબ જ સિમ્પલ લુકમાં નજર આવી રહી હતી. આ દરમિયાન તેને પોતાના બંને દીકરાનું ધ્યાન રાખ્યું.

જન્મ દિવસની આ પાર્ટીમાં તૈમુર અલી ખાન નાની બહેન ઇનાયા ખેમુને ગળે લગાવતો પણ જોવા મળ્યો હતો. પાર્ટીમાં પહોંચીને તૈમુર ખુબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તો ઇણાયા પણ પોતાના મિત્રો સાથે ટાઈમ પસાર કરતી નજર આવી રહી હતી.

હાલમાં પોતાની પ્રગ્નેન્સીનો આનંદ માણી રહેલી નેહા ધૂપિયા પણ આ પાર્ટીમાં નજર આવી હતી. તેને સોહા અલી ખાન સાથે સેલ્ફી પણ ક્લિક કરી. તો બીજી તરફ કરીના કપૂર ખાન પણ તેના દીકરા જહાંગીરને ખોળામાં લઈને જોવા મળી.

કરીના કપૂર ખાને નેહા ધૂપિયા સાથે પણ સેલ્ફી ક્લિક કરાવી હતી. આ દરમિયાન બંનેના વાળ ખુલ્લા જોવા મળ્યા હતા. અને બંને પોઝ આપતા પણ નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નેહા ધૂપિયા જલ્દી જ બીજીવાર માતા બનવાની છે.

આ દરમિયાન કપૂરના કપૂર ખાન સાથે તમેની બીજી બહેનપણીઓ પણ આ પાર્ટીમાં સાથે જોવા મળી હતી, જે દરમિયાન બધાએ સાથે મળી અને કેમરા સામે પોઝ આપ્યા હતા, જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તો કરીનાનો મોટો દીકરો તૈમુર અલી ખાન પણ સૈફ અલી ખાનના મોટા દીકરા અને તૈમૂરના  મોટા ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન તેમના ચહેરાના હાવ ભાવ પણ જોવા લાયક હતા. તમને જણાવી દઈએ કે ઇબ્રાહિમ પણ જલ્દી જ ફિલ્મોમાં કદમ રાખવાનો છે.

Niraj Patel