કરીનાના ફેન્સ માટે ખુશખબરી: ખબર પડી ગઇ સૈફ અને કરીનાના નાના દીકરાનું નામ, જુઓ

સેફ અલી ખાનના ચોથા બાળકનું નામ આવ્યું સામે, ફેન્સ બોલ્યા આવા નામ થી બોલાવાય????

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના મોટા દીકરા તૈમુરના નામને લઇને ઘણો વિવાદ થયો હતો. આ વર્ષે જ તૈમુરના નાના ભાઇનો જન્મ થયો છે. જો કે, કરીના અને સૈફે ના તો તેનો ચહેરો બતાવ્યો છે અને ના તેના નામને લઇને કોઇ જાણકારી સામે આવી છે.

જો કે, એક રીપોર્ટમાં તૈમુરના ભાઇના નામનો ખુલાસો થયો છે. બોમ્બે ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, કરીના અને સૈફ દીકરાના નામ પર ઘણુ વિચારી રહ્યા છે.

જો કે, હાલ તો દીકરાનું નામ જેહ રાખવામાં આવ્યુ છે. આ તો નિકનેમ છે. અને હજી સુધી તેમના દીકરાનું નામકરણ કરવામાં આવ્યુ નથી. હવે એ તો કન્ફર્મ નથી કે સૈફ અને કરીનાએ તેના દીકરાનું નામ શુ રાખ્યુ છે.

આ ઉપરાંત એક બીજુ નામ સામે આવ્યુ છે. રીપોર્ટ્સ અનુસાર સૈફ તેના પિતાનું નામ નાના દીકરાને આપવા માંગે છે. તે પિતા મંસૂર અલી ખાન પટૌડીના નામ પર નાના દીકરાનું નામ મંસૂર રાખવા માંગે છે.

હવે સૈફ અને કરીના દીકરાનું શું નામ ફાઇનલ કરે છે એ તો તે બંને જ જણાવી શકે છે. કરીના અને સૈફના દીકરાના નામને લઇને છેલ્લા પાંચ મહિનાથી ચર્ચા ચાલી રહી છે. હજી સુધી તેના નામને લઇને કોઇ સંભાવના જાહેર કરવામાં આવી નથી. પરંતુ હવે પહેલી વાર તેનું નામ સામે આવ્યુ છે.

કરીનાએ આ વર્ષે જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. તેના જન્મ સાથે જ કપલ તેમના નવા અને મોટા ઘરમાં શિફ્ટ થયા છે. આ ઘર તેમના જૂના બંગલા પાસે જ છે. એવામાં કરીના બીજી પ્રેગ્નેંસી દરમિયાન સજાવટ અને ઇંટિરિયર કામમાં વ્યસ્ત હતી.

થોડા દિવસો પહેલા જ કરીનાએ તેના નાના દીકરા, તૈમુૃર અને સૈફની તસવીર શેર કરી હતી, જેમાં બેબીનો ચહેરો જોવા મળ્યો ન હતો. કરીના અને સૈફે નાના દીકરાના જન્મ પહેલા જ ડિસાઇડ કરી લીધુ હતુ કે તેઓ નાના દીકરાને સોશિયલ મીડિયાથી દૂર રાખશે.

Shah Jina