મનોરંજન

તૈમુરને જન્મ આપ્યાના અમુક સમય પછી એક વ્યક્તિએ આપી હતી કરીનાને આવી ધમકી, પછી ધ્રુસકે-ધ્રુસકે રડી હતી બૅબો

સૈફ અલી ખાનની બેગમ હાલમાં બીજી વાર ગર્ભવતી છે અને તેને સાતમો મહિનો ચાલી રહ્યો છે. ગર્ભાવસ્થામાં પણ કરીના પોતાના કામને નથી ભૂલી અને તે પોતાના ટોક શોની શૂટિંગ પણ લગાતાર કરી રહી છે.આ સમયે કરીનાએ દીકરા તૈમુરના જન્મને લગતી ઘણી બાબતો શેર કરી હતી.

Image Source

કરીનાએ કહ્યું કે તૈમૂરના નામને લીધે ઘણો વિવાદ થયો હતો જેને લીધે તે ખુબ જ ગભરાઈ ગઈ હતી. તૈમૂરના નામ પર સોશિયલ મીડિયા પર લોકોએ તેના નામ અને મૂલ પર ઘણા સવાલો ઉભા કર્યા હતા જેને લીધે કરીના ડરી ગઈ હતી.લોકોનું કહેવું હતું કે સૈફ-કરીના પોતાના દીકરાનું નામ એક હુમલાવર(હુમલો કરનાર)પર કેવી રીતે રાખી શકે! કરીના માટે તે ક્ષણ ખુબ જ ડરામણી હતી.

Image Source

કરીનાએ કહ્યું કે,”તૈમૂરના જન્મ પછી એક વ્યક્તિ મને મળવાના બહાને આવ્યો અને વાતચીતના દરમિયાન તેણે મારી સાથે ખુબ મોટા અવાજથી વ્યવહાર કર્યો હતો અને કહ્યું કે તને શું થઇ ગયું છે! તે તારા દીકરાનું નામ તૈમુર શા માટે રાખ્યું છે? તે સમયે મારા દીકરાના જન્મની આઠ કલાક પણ થઇ ન હતી”.

Image Source

કરીનાએ આગળ કહ્યું કે,”હું ખુબ જ ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. તે સમયે મેં નક્કી કર્યું કે તૈમુર મારો દીકરો છે અને મને ફર્ક નથી પડતો કે કોણ શું કહે છે. તે સ્વસ્થ રહે,ખુશ રહે, એમાં જ અમે ખુશ રહીશું, હું જાણવા પણ નથી માગતી કે લોકો શું કહી રહ્યા છે અને શું ચાલી રહ્યું છે”.

Image Source

કરીનાએ એવું પણ કહ્યું કે,”તમને કેવી રીતે ખબર પડી કે મેં તેનું નામ આવી રીતે રાખ્યું(હમલાવરના આધાર પર). અમે તો સારા અર્થના આધારે તેનું નામ રાખ્યું છે, જેનો અર્થ લોખંડ કે લોઢું થાય છે, એક એવો વ્યકિત કે જે મજબૂત હોય. તેનો ઈતિહાસ સાથે કોઈ જ લેવા દેવા નથી.

Image Source

તાજેતરમાં જ કરીનાએ દીકરા તૈમુરનો ચોથો જન્મદિવસ ઉજવ્યો હતો. આ નિમિતે નાની એવી પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તૈમુરે પુરા પરિવાર સાથે કેકે કટિંગ કર્યું હતું.