બોલિવૂડનું સૌથી ચર્ચિત સેલિબ્રિટી કપલ સૈફ અલી ખાન અને કરીના ખાને પોતાના પહેલા દીકરાનું નામ ‘તૈમુર’ પાડીને ગજબનો વિવાદ ઊભો કર્યો હતો. હવે આ વખતે કરીનાએ 21 ફેબ્રુઆરીએ બીજા બાળકને જન્મ આપ્યો ત્યારથી જ ફન્સમાં કુતૂહલનો માહોલ હતો કે
હવે તેનું નામ શું પાડવામાં આવશે? અમુક મહિનાઓ પછી અહેવાલ મળ્યા કે કરીના અને સૈફે પોતાના નાના દીકરાનું નામ ‘જેહ’ (Jeh) પાડ્યું છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ‘જેહ’ એ બીજું કંઈ નહીં, પણ ‘જહાંગીર’ (Jehangir)નું જ ટૂંકુંનામ છે. મતલબ કે તેમણે પોતાના નાના દીકરાનું નામ ‘જહાંગીર’ પાડ્યું છે.
આજે 9 ઓગસ્ટ છે અને આજે સેફની કરીના બેગમે પોતાનાં બંને પ્રેગ્નન્સીના અનુભવોને લગતી નોવેલ ‘કરીના કપૂર્સ પ્રેગ્નન્સી બાઇબલઃ ધ અલ્ટિમેટ મેન્યુઅલ ફોર મોમ ટુ બી’ બહાર પાડ્યું છે. એન્ટરટેનમેન્ટ વેબસાઇટ ‘બોલિવૂડ હંગામા’ ના રિપોર્ટ અનુસાર આ પુસ્તકમાં પહેલી જ વાર કરીનાના બીજા બાળકનો ચહેરો દેખાય તેવો ફોટોગ્રાફ પ્રકાશિત કરાયો છે,
તેની નીચે દીકરાનું નામ ‘જહાંગીર’ એવું લખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં અન્યત્ર બધે જ તેને ‘જેહ’ તરીકે જ સંબોધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કરિનાનો પહેલો દીકરો 20 ડિસેમ્બર, 2016ના રોજ આવ્યો હતો અને તેનો ગોળમટોળ ક્યૂટ ચહેરો જોઇને ફેન્સ ખુશખુશાલ થઇ ગયેલા હતા. પણ જેવું સૈફ-કરીનાએ દીકરાનું નામ ‘તૈમુર’ છે
તેવી જાહેરાત કરી ત્યારે સોશિયલ મીડિયા ગાંડુ થયું હતું .લોકો એ વાતથી મગજ ગુમાવ્યો કે પહેલા દીકરાનું નામ ભારત પર ચડી આવેલા ક્રૂર હુમલાખોર ‘તૈમૂર લંગ’ના નામ પરથી દીકરાનું નામ પાડ્યું છે. આ મુદ્દે જબ્બર ટ્રોલિંગ પણ ચાલ્યું હતું.
View this post on Instagram
જો કે, હજી સુધી આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો મીડિયા રિપોર્ટનું માનીએ તો કરીના કપૂર ખાનના પુસ્તકના પાછલા પાના પર પુત્રના નાના પુત્રની તસવીર છે. દીકરાનું નામ ‘જહાંગીર’ આ તસવીરના તળિયે લખેલું છે. જેના કારણે ફરી એકવાર ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે.