અભિનેત્રી કરીના કપૂરના બીજીવાર માતા બનવાના સમાચારે ચાહકોને ખુશ કરી દીધા છે. રિપોર્ટ પ્રમાણે તે નવા વર્ષમાં બાળકને જન્મ આપશે. કોરોના વચ્ચે હવે કરીના કામ ઉપર પણ પાછી જતી જોવા મળી છે.

રિપોર્ટ પ્રમાણે તે પોતાની આવનારી ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા” શૂટિંગ પૂર્ણ કરવામાં માટે આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં દિલ્હી જશે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીના કેટલાક ખાસ વિસ્તારમાં કરવામાં આવશે. એટલું જ નહીં તે શૂટિંગ દરમિયાન પોતાના ગુડગાંવ, હરિયાણાથી 26 કિલોમીટર દૂર આવેલા પટૌડી પેલેસમાં રહેશે.
સૈફ અલી ખાન પ્રેગ્નેટ પત્નીને લઈને કોઈ રિસ્ક લેવા નથી માંગતો એટલા માટે જ તેને આ નિર્ણય લીધો છે. હાલમાં કરીના મુંબઈમાં જ પોતાના એસાઇમેન્ટ પુરા કરવાનો પ્રયત્ન રહી છે.

કરીનાના પટૌડી પેલેસમાં આવવાના સમાચાર સાથે જ પેલેસમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ પેલેસ 84 વર્ષ જૂનો છે અને તેનું નિર્માણ 1935માં 8માં નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કપ્તાન ઈફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું.

જાણકારી એવી પણ મળી રહી છે કે સૈફ અલી ખાન પહેલા જ પટૌડી પેલેસમાં આવવાનો છે. પરંતુ પટૌડી એરિયામાં કોરોનાના વધતા મામલાના કારણે તેમને પોતાનો પ્રોગ્રામ બદલી નાખ્યો છે.

આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાની શૂટિંગ આ મહિનાના અંતમાં દિલ્હીમાં શરૂ થશે. આ ફિલ્મમાં કરીના કપૂર મુખ્ય ભૂમિકા કરી રહી છે. આ શૂટિંગ ઘણા અઠવાડિયા સુધી ચાલવાની સંભાવના છે. એવામાં સૈફ અને કરીનાએ આ દરમિયાન પટૌડી પેલેસમાં રહેવાનો નિર્ણય કર્યો છે. કરીના પટૌડી પેલેસમાંથી જ શૂટિંગ માટે પોતાની કાર દ્વારા દિલ્હી આવતી જતી રહેશે.
સૈફ અને કરીનાની સાથે તેમનો દીકરો તૈમુર, તૈમુરની નૈની, સૈફનાં અંગત સહાયક, જિમ ટ્રેનર પણ સાથે આવશે. સૈફની મા શર્મિલા ટાગોર પણ થોડા દિવસ પોતાની વહુ, દીકરા અને પૌત્ર સાથે સમય વિતાવશે.

પેલેસ મેનેજમેન્ટ દ્વારા સૈફ અને સાથે આવી રહેલા તેમના સહાયક અને મહેલના સ્ટાફને તેમના આવતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ બધા કર્મચારીઓને આ દરમિયાન બહાર જવાની પરવાનગી નહીં હોય. આખા મહેલને સૅનેટાઇઝ પણ કરવામાં આવશે. મુખ્ય પેલેસની સાફ સફાઈ પણ કરાવી દેવામાં આવી છે. ખાસ કરીને સૈફનાં જિમ અને લાઈબ્રેરીમાં સામાન ધ્યાનથી લગાવવામાં આવી રહ્યો છે.

વાત જો પટૌડી પેલેસની કરીએ તો તેને ઇબ્રાહિમ કોઠીનાં નામથી ઓળખવામાં આવે છે. આ પેલેસ અંદરથી ખુબ જ આલીશાન છે અને તેનો ખૂણો ખૂણો શાનદાર છે.

આ પેલેસની કિંમત લગભગ 800 કરોડ જણાવવામાં આવી રહી છે. તેમાં 150 ઓરડાઓ છે અને 100થી વધારે નોકર કામ કરતા હતા. પરંતુ હવે એ વાત નથી રહી.

મહેલને જ્યાં ઈફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ એ બનાવ્યો હતો તો તેમના દીકરા અને 9માં નવાબ મંસૂર અલી ઉર્ફ નવાબ પટૌડીએ વિદેશી આર્કીટેકની મદદથી તેનું રીનોવેશન કરાવ્યું હતું. અહીંયા ઘણા મોટા મેદાન, ગેરેજ અને ઘોડાના અસ્તબલ છે.

2003માં મંસૂર અલી ખાનની મા સાજિદા સુલતાનના મૃત્યુ બાદ તેમને સરકારી બંગલો છોડવો પડ્યો. ત્યારબાદ નવાબ પટૌડી, પત્ની શર્મિલા ટાગોર સાથે આ મહેલમાં રહેવા લાગ્યા.

પટૌડી પેલેસમાં ઘણી બૉલીવુડ ફિલ્મોના પણ શૂટિંગ થઇ ગયા છે. જેમાં “મંગલ પાંડે”, વીર ઝારા”, “રંગદે બસંતી”, “લવ” જેવી ફિલ્મો સામેલ છે.

મંસૂર અલી ઉર્ફે નવાબ પટૌડીના અવસાન બાદ તેમને મહેલ પરિસરમાં સ્થિત કબરગાહમાં દફનાવવામાં આવ્યા હતા.

રીનોવેશન બાદ સૈફે પેલેસના ફોટો પણ શેર કર્યા હતા. એક મોટા ડ્રોઈંગ રૂમ ઉપરાંત પેલેસમાં 7 બેડરૂમ, ડ્રેસિંગ અને બિલિયર્ડ રૂમ પણ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.