મનોરંજન

લોકડાઉન ખુલતા જ સૈફ અને કરીનાએ કરી એવી હરકત કે લોકોએ ઉઠાવ્યા સવાલો

કોરોના વાયરસના આતંકને કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું અને હવે ધીરે-ધીરે બધું ખુલી રહ્યું છે. બોલિવૂડ જગતની વાત કરીએ તો હવે એ લોકો પણ પોતાના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા છે. ત્યારે તાજેતરમાં જ સૈફ અલી ખાન પણ પત્ની કરીના કપૂર ખાન અને દીકરા તૈમૂર અલી ખાન સાથે બહાર નીકળ્યા હતા.

રવિવારના દિવસે આ ત્રણેય મરિન ડ્રાઈવ પર દરિયાકિનારે વૉક કરતા જોવા મળ્યા હતા. વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની આ સમયની તસ્વીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, પણ સાથે જ તેમના પર લોકો સવાલો પણ ઉઠાવી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વાત એમ છે કે દરિયાકિનારે વૉક કરવા નીકળેલા સૈફ, કરીના અને તૈમૂરના વીડિયોઝ અને ફોટોઝમાં દેખાઈ રહ્યું છે કે તેમને યોગ્ય રીતે માસ્ક નથી પહેર્યું. એને કારણે જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. તસ્વીરોમાં દેખાઈ રહ્યું છે કે કરીના તૈમૂરનો હાથ પકડીને ચાલી રહી છે અને તેમની પાછળ સૈફ ચાલી રહ્યો છે. તૈમુરે અને કરીનાએ તો માસ્ક પહેર્યું છે પણ સૈફે માસ્ક પહેર્યું નથી ત્યારે હવે લોકોએ તેમના પર સવાલ ઉઠાવવાનું શરુ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સોશિયલ મીડિયા પર લોકો તેમનાથી નારાજ દેખાઈ રહયા છે અને લોકો તેમને માસ્ક ન પહેરવાનું કારણ પૂછી રહયા છે. કેટલાક લોકોએ સૈફને એમનું માસ્ક ક્યાં છે એવો સવાલ કર્યો છે તો ઘણા લોકોએ એમના સેલિબ્રિટી સ્ટેટસને દોષ આપ્યો. સાથે જ એમના કેટલાક ચાહકોએ સોશિયલ મીડિયા પર એમનો પક્ષ લેતા એમ પણ કહ્યું કે તેઓ જ્યાં છે એ જગ્યાએ વધુ લોકો નથી જેથી એમને માસ્ક પહેરવાની જરુર નથી.

આ તસ્વીરોમાં કરીના બેલ્ક ડ્રેસમાં અને સૈફ અને તૈમૂર સફેદ કપડામાં દેખાઈ રહયા છે. તો લોકડાઉન દરમ્યાન પોતાના ઘરે જ હતા અને લોકડાઉનમાં છૂટછાટ મળતા તેઓ ઘરેથી બહાર નીકળ્યા હતા અને કેટલાક કલાકોમાં જ ઘરે પાછા ફર્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.