બોલિવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન તેનો જન્મદિવસ મનાવવા પરિવાર સાથે માલદીવ પહોંચી હતી, જયાંથી તેણે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કરીના કપૂરે 21 સપ્ટેમ્બરના રોજ તેનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, આ ખાસ દિવસને અભિનેત્રીએ તેના પરિવાર સાથે માલદીવમાં સેલિબ્રેટ કર્યો હતો.
જન્મદિવસના લગભગ એક સપ્તાહ પહેલા જ તે પતિ સૈફ અને બંને બાળકો તૈમુર અને જેહ સાથે માલદીવ માટે રવાના થઇ હતી. આ દરમિયાન કરીના તેના પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ પણ થઇ હતી, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ત્યારે હાલ ગુરુવારના રોજ કરીના કપૂર ખાન તેના પરિવાર સાથે પરત ફરી છે. આ દરમિયાનની સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થઇ રહી છે.
આ દરમિયાન કરીના કપૂર ઘણી ખૂબસુરત લાગી રહી હતી. મુંબઇ એરપોર્ટ પર કરીના કપૂર, સૈફ અલી ખાન, તૈમુર અને જેહને એકસાથે કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તૈમુરે પિતા સૈફનો હાથ પકડેલો હતો.કરીના કપૂરના લુકની વાત કરીએ તો, તેણે ફ્લોરેલ મીડી પહેરી હતી અને આ સાથે જ સાઇડમાં એક મોટુ બેગ લટકાવ્યુ હતુ. ત્યાં જ સૈફ અને તૈમુર બંને કેઝ્યુઅલ લુકમાં હતા.
સૈફ વ્હાઇટ પેંટ અને બ્લૂ ટી શર્ટમાં જોવા મળ્યા તો તૈમુર હાફ પેંટ અને યલો ટી શર્ટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન કરીના અને સૈફનો લાડલો જેહ નૈનીના ખોળામાં જોવા મળ્યો હતો. કરીના કપૂર, સૈફ અને તૈમુરે કોરોનાને ધ્યાને લઇ સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.
કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, હાલમાં જ તેણે “લાલ સિંહ ચઢ્ઢા”નું શુટિંગ પૂરુ કર્યુ છે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન જોવા મળશે. આ ફિલ્મ હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિંદી રિમેક છે. અદ્વૈત ચંદનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં કરીના-આમિર ઉપરાંત નાગા ચૈતન્ય અક્કિનેકી અને મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મ ઉપરાંત કરીના કરણ જોહરની પીરિયડ ડ્રામા ફિલ્મ “તખ્ત”માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના સાથે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.