ખબર મનોરંજન

પ્રેગ્નેસીમાં સરખી રીતે ચાલી પણ નથી શકતી કરીના, તે છતાં પણ પરિવારવાળાને જમવા માટે બોલાવ્યા, જુઓ તસવીરો

સેફની બેગમે મહેલમાં રાખી ધમાકેદાર પાર્ટી, નોન વેજની મોજથી લઈને આવી મસ્તી કરી- જુઓ તસવીરો

બૉલીવુડ એક્ટ્રેસ હાલ તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. કરીના હાલ પ્રેગનેન્સીનો આનંદ માણી રહી છે. કરીના તેના બીજા બાળકને ફેબ્રુઆરી કે માર્ચમાં જન્મ આપશે. કરીના તેની એક્ટિંગની સાથે-સાથે તેની ફેશન સ્ટાઇલ માટે પણ ઓળખવામાં આવે છે બોલીવુડમાં ઘણા ટ્રેડની શરૂઆતનો શ્રેય કરીના કપૂરને જાય છે. જેને બધા લોકો ફોલો કરતા હોય છે. કરીના હાલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રી કરીના કપૂર ખાન હાલ પોતાની પ્રેગ્નેન્સીનો સાતમો મહિનો માણી રહી છે. આ દરમિયાન તે થોડા સમય સુધી ઘણી બધી જગ્યાએ પોતાના કામને લઈને સ્પોટ થતી જોવા મળી હતી. હાલ કરીના સરખી રીતે ચાલી પણ નથી શકતી. તે છતાં પણ તેને પરિવાર માટે ઘરે જમણવારનું આયોજન કર્યું હતું.

કરીનાએ સૈફ અલી ખાન સાથે મળીને કપૂર પરિવાર માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનર પાર્ટીની અંદર કરીનાનો ભાઈ અરમાન જૈન પત્ની અનીશા મલ્હોત્રા સાથે આવી પહોંચ્યો હતો. આ ઉપરાંત આદર જૈન પણ પોતાની ગર્લફ્રેન્ડ તારા સુતરીયા સાથે સ્પોટ થયો હતો.

આદર અને અરમાન ઉપરાંત કરીનાના કાકા કૃણાલ કપૂર પણ દીકરા જિયાન સાથે પોતાની ભત્રીજીના ઘરની બહાર સ્પોટ થયા હતા. બંનેએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. હાલમાં જ કરીનાએ ઇન્સ્ટાસ્ટોરી પર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર શેર કરી હતી.આ તસ્વીરમાં તેની સાથે ટીમના સભ્ય મીકકી કૉન્ટ્રૅક્ટર, પૂનમ દમાનીયા અને અન્ય છે. કરીનાએ આ તસ્વીરમાં ગુલાબી રંગનું ગાઉન પહેર્યું છે. કરીનાના ચહેરા પર પ્રેગનેંન્સી ગ્લો સાફ નજરે આવી રહ્યો છે.

કરીનાની ફોય રીમા જૈનનો દીકરો અરમાન પોતાની પત્ની અનીશા સાથે નજર આવ્યો હતો. આ કપલ પોતાની બહેન માટે ઘણી બધી ભેટ પણ લઈને આવ્યા હતા. આ પહેલા થોડા દિવસ પહેલા કરીના કપૂર ક્લિનિકલ વિઝીટ માટે પહોંચી હતી. તેનો આ લુક ઘણો સુંદર હતો. કરીનાએ આ આઉટિંગ દરમિયાન ગ્રે કલરનું કોલરનું થ્રિ ફોર્થ સ્લિવનો કુર્તો અને પેન્ટ પહેર્યું હતું.

અરમાન જૈન આ પ્રસંગે કાળા રંગના શર્ટ અને ડાર્ક રંગના જીન્સમાં નજર આવ્યો હતો. તો તેની પત્ની પણ કાળા રંગના શોર્ટ ડ્રેસમાં સ્પોટ થઇ હતી. કરીના થોડા દિવસ પહેલા જ વેકેશનનો આનંદ માણવા હિમાચલ પ્રદેશના મનાલી ગઈ હતી. આ બાદ તે લગાતાર નજરે આવી રહી છે. કરીના કપૂર હંમેશા તેની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. બીજી વાર માતા બની રહેલી કરીના કપૂર સ્ટાઈલિશ પરંતુ આરામદાયક કપડાંમાં નજરે આવે છે.

મોડી રાત સુધી ચાલેલી આ પાર્ટીની કેટલીક તસવીરો પણ કરીના, આદર અને અરમાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. તમને જણાવી દઈએ કે બોલીવુડની બેબો તરીકે જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં તો પોતાની પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે, અને થોડા દિવસ પહેલા ક્રિસમસના ખાસ તહેવાર નિમિત્તે કરીના અને સૈફ અલી ખાને એક પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આ પાર્ટીની અંદર બોલીવુડના સિતારાઓ પણ જોવા મળ્યા હતા.