ખબર મનોરંજન

કરીના અને સૈફ સાથે અર્જુન કપૂર અને મલાઈકા પણ માણી રહ્યા છે આ જગ્યાએ રજાઓનો આનંદ, શેર કરી રોમાન્ટિક તસ્વીર

વાહ આવી ભયંકર મહામારીમાં કરોડોપતિ બોલીવુડવાળા આવી મોજ કરી રહ્યા છે, જુઓ તસ્વીરો

અભિનેત્રી મલાઈકા અરોડા અને અભિનેતા અર્જુન કપૂરના અફેરની ખબરો હવે જગજાહેર થઇ ગઈ છે. ત્યારે હાલમાં જ ખબર એવી આવી રહી છે કે મલાઈકા અને અર્જુન કપૂર રજાઓ મનાવવા માટે ધર્મશાલામાં ગયા છે. અને તેમના આ વેકેશનમાં તેમની સાથે સૈફ અલી ખાન અને કરીના પણ જોવા મળ્યા છે.

Image Source

ખબરો પ્રમાણે સૈફ અલી ખાન, કરીના કપૂરે પોતાના દીકરા તૈમુર સાથે આ વર્ષે દિવાળીનો તહેવાર પણ ધર્મશાલા અને મેક્લોડગંજમાં ઉજવ્યો છે. તેમના સિવાય અર્જુન કપૂર, મલાઈક અરોડા, યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડિસે પણ હિમાચલમાં દિવાળી મનાવી.

Image Source

સૈફ અને કરીના દીકરા તૈમુરને લઈને મેક્લોડગંજના રસ્તાઓ ઉપર ફરતા જોવા મળ્યા. આ દરમિયાન અર્જુન અને મલાઈક પણ તેમની સાથે નજર આવ્યા હતા. સૈફ અલી ખાન ભૂત પોલીસ ફિલ્મના શૂટિંગ માટે ડલહૌજીમાં હતો.

 

View this post on Instagram

 

A post shared by Filmykiida (@filmykiida)

અર્જુન કપૂરે 17 નવેમ્બરના રોજ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામની સ્ટોરીની અંદર મલાઈકાની એક તસ્વીર શેર કરી છે. જેમાં મલાઈકાની પીઠ દેખાઈ રહી છે. જોતા જ લાગે છે કે અર્જુને આ તસ્વીર ચુપચાપ ખેંચી લીધી છે.

Image Source

આ તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે મલાઈકાએ મલ્ટી કલર ચેક વાળું આઉટફિટ પહેર્યું છે. જેટલી જ પ્રેમાળ આ તસ્વીર છે એટલું જ પ્રેમાળ તેનું કેપશન પણ છે. અર્જુને કેપશનમાં લખ્યું છે “જઈને એમને ચેક આઉટ કરો” ચાહકો દ્વારા આ તસ્વીરને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાએ પણ 17 નવેમ્બરના રોજ કરીના અને તૈમુર સાથેની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં ત્રણેય લોકો શિયાળાના તડકાનો આનંદ લૂંટતા જોવા મળી રહ્યા છે. તસ્વીર શેર કરતા મલાઈકાએ લખ્યું છે “પહાડોનો આનંદ” આ સાથે જ તેને કરીના કપૂરને પણ ટેગ કરી છે.