ખબર ફિલ્મી દુનિયા

પ્રેગ્નેટ કરીનાએ પતિ સૈફ અલી ખાન સાથે આપી નવા વર્ષે ડિનર પાર્ટી, પાર્ટીમાં ઉમટી પડ્યા સિતારાઓ, જુઓ વીડિયો

સૈફ-કરીનાએ હોસ્ટ કરી નવા વર્ષની પાર્ટી, મોડી રાત સુધી મિત્રો સાથે આ રીતે મનાવ્યો જશ્ન અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની પ્રેગ્નેન્સીના દિવસોનો આનંદ માણી રહી છે, તે ઘણી જગ્યાએ પોતાના કામ માટે સ્પોટ પણ થઇ છે, પરંતુ હાલ નવા વર્ષ નિમિત્તે તેને પોતાના ઘરે પતિ સૈફ અલી ખાન સાથે મળીને ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલીવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. કરીનાના ઘરે રાખવામાં આવેલી આ ડિનર પાર્ટીની અંદર અભિનેત્રી તારા સુતરીયા આદર જૈન, અરમાન જૈન, સોહા અલી ખાન, કૃણાલ ખેમુ, અનીસા મલ્હોત્રા, કૃતિકા કામરા સહીત બીજા સેલેબ્સ પણ ડિનર ટેબલ ઉપર જોવા મળી રહ્યા છે.

Image Source

આ ફેન્સી ડિનર પાર્ટીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બધા જ ડિનર ટેબલ ઉપર બેઠેલા જોઈ શકાય છે અને સૈફ અલી ખાન પોતાના હાથે મીટ કટિંગ કરી રહ્યો છે.

Image Source

કરીના અને સૈફની આ ખાસ ડિનર પાર્ટીનો વીડિયો વુમ્પલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, જેના ઉપર ચાહકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ ફેન્સી ડિનર પાર્ટીની ઘણી તસવીરો આદર જૈને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ શેર કરી છે, જેમાં કરીના કપૂરનો નો મેકઅપ લુક જોવા મળી રહ્યો છે અને તે બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi)

આદરે ડિનર ટેબલનો એક વીડિયો પણ શેર કર્યો છે જેના કેપશનમાં તેને લખ્યું છે, “નવા વર્ષની ગણતરી શરુ થઇ ચુકી છે, કજિન્સની સાથે ડિનર બેસીને કરી રહ્યા છે, મેનુ શું છે ?”