મનોરંજન

સારા અલી ખાન સાથેના પોતાના સંબંધ પર કરીનાએ કર્યો ખુલાસો,કહ્યું-“તેનું છોડીને જવું મને દુઃખી…”

બૉલીવુડ અભીનેત્રી સારા અલી ખાન અને તેની સાવકી માં કરીના કપૂર બંન્ને પોતાના અભિનય અને અંદાજથી કરોડો લોકોનું દિલ જીતી લે છે. સારા અલી ખાન અને કરીના એકબીજા સાથેના પોતાના સંબંધને લીધે પણ ચર્ચાનો વિષય બનતી રહે છે.

Image Source

સાવકી માં હોવાને લીધે કરીનાની સારા સાથેની બોન્ડિંગને લીધે ઘણીવાર સવાલો પણ કરવામાં આવે છે. એવામાં લોકડાઉનના દરમિયાન તાજેતરમાં જ કરીના કપૂરનું એક ઇન્ટરવ્યૂમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ઇન્ટરવ્યૂમાં કરીનાએ પોતાના પરિવારને લઈને ઘણા ખુલાસાઓ કરી રહી છે.

Image Source

મળેલી જાણકારીના આધારે કરીના કપૂરે ઇન્ટરવ્યૂમાં સારા અને ઈબ્રાહીમની સાથેના પોતાના સંબંધને લઈને પણ વાતચીત કરી હતી. કરીનાએ કહ્યું હતું કે,”હું તેઓને ખુબ પ્રેમ કરું છું, અમે હાલમાં જ લંડનથી રજાઓ વિતાવીને પાછા આવ્યા છીએ અને બંનેને ખુબ સારી રીતે લાવવામાં આવ્યા.

Image Source

સારા અને ઈબ્રાહીમ ખુબ જ ખુલ્લા મિજાજ વાળા છે. જયારે સારા જઈ રહી હતી, ત્યારે હું ખુબ જ દુઃખી થઇ ગઈ હતી, કેમ કે મને તેનું મુંબઈ છોડીને જવું પસંદ ન હતું. અમે બંન્ને એકબીજાની ખુબ જ નજીક છીએ”.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીયે તો કરીના છેલ્લી વાર સ્વર્ગીય ઇરફાન ખાન સાથેની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. ફિલ્મમાં કરીનાએ પોલીસ ઓફિસરનો કિરદાર નિભાવ્યો હતો. જ્યારે સારા અલી ખાન છેલ્લી વાર કાર્તિક આર્યન સાથેની ફિલ્મ ‘લવ આજ કલ-2’ માં જોવા મળી હતી. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.