બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર બિંદાસ અને બેબાક અભિનેત્રી છે. તે તેની વાત ઓપનલી રાખવામાં હિચકાટ અનુભવતી નથી. કરીના અને સૈફ અલી ખાનની બોન્ડિંગ ઇંડસ્ટ્રીમાં મશહૂર છે. બંનેની મુલાકાત ફિલ્મ “ટશન”ના સેટ પર થઇ હતી.
બોલિવુડના રોયલ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ઘણીવાર તેમના રોમેન્ટિક અંદાજ માટે જાણવામાં આવે છે. બંનેના લગ્નને 8 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ તેમના રોમાંસના કિસ્સા વાંચવા આજે પણ લોકોને પસંદ છે. સૈફિનાની આ શાનદાર જોડીને સાથે ઘણીવાર પસંદ કરવામાં આવે છે.
Star vs Food માટે હાલમાં જ શુટ દરમિયાન કરીનાએ એક બેડરૂમ સીક્રેટનો ખુલાસો કર્યો છે. જેને જાણીને ચાહકો ખૂબ જ રીએક્શન આપી રહ્યા છે. કરીનાએ ડિસ્કવરી શો Star vs Foodનું શુટિંગ પૂરુ કરી લીધુ છે. આ શો 15 એપ્રિલે ટેલિકાસ્ટ થશે. આ દરમિયાન કરીનાએ તેના બેડરૂમનું રાઝ જણાવ્યુ હતુ. કરીનાએ કહ્યુ કે તેને બેડ પર ત્રણ વસ્તુઓની જરૂરત હોય છે.
કરીનાએ કહ્યું કે ‘મને બેડ પર 3 વસ્તુઓ જોઈએ. વાઈનની બોટલ, પાઈજામો અને સૈફૂ.’ કરીનાનો આ જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. એટલું જનહીં કરીનાએ વાતચીતમાં આગળ કહ્યું કે મને લાગે છે કે તેનાથી સારો જવાબ બીજો કોઈ હોઈ શકે નહીં. મને તેના માટે પ્રાઈઝ મળવું જોઈએ.
15 એપ્રિલે ડિસ્કવરી પ્લસ પર લાઇવ થનાર સેલિબ્રિટી કુકિંગ શો Star vs Foodના શુટિંગ દરમિયાન કરીના કપૂરે તેની મિત્ર તાન્યા ઘાવરી સાથે વાતચીત કરી હતી. કરીનાએ કહ્યુ કે, સૂવા જતા પહેલા તે બેડ પર ત્રણ વસ્તુઓને જોડે લઇને જાય છે.

શો Star VS Food ની વાત કરીએ તો શોમાં મલાઈકા અરોરા પણ જોવા મળશે. તેની સાથે અર્જૂન કપૂર, કરણ જોહર અને પ્રતિક ગાંધી પણ જોવા મળશે. આ શોનો પ્રોમો વીડિયો કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ શોથી કરીના ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ આમીર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. છેલ્લે તે અક્ષયકુમાર સાથે “ગુડન્યૂઝ”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને દિલજીત પણ હતા.
તમને જણાવી દઇએ કે, વર્ષ 2009માં જયારે કરીના અને સૈફ રીલિશેનશિપમાં આવ્યા ત્યારે તેણે હાથ પર સૈફિના ટેટૂ કરાવ્યુ હતુ. કરીનાએ થોડા સમય પહેલા જ એટલે કે 21 ફેબ્રુઆરીએ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. પ્રેગ્નેંસી દરમિયાન કરીના ઘણી જ સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હતી.
View this post on Instagram