ગર્ભવતી સેફની બેગમ કરીના કપૂરને હાલ જાય છે 7મો મહિનો, કારમાંથી ઉતરતા જ અચનાક લડખડાઈ ગઈ
નવાબ સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર બીજીવાર ગર્ભવતી છે અને તેને સાતમો મહિનો ચાલી રહ્યો છે. ગર્ભાવસ્થામાં કરીના ખુબ સક્રિય છે અને શુટિંગને લગતા કામ કરી રહી છે. કામની સાથે સાથે કરીના પોતાના સ્વાસ્થ્યનું પણ ખુબ ધ્યાન રાખે છે અને અવાર-નવાર તેસૈફઅને દીકરા તૈમુર સાથે વોક પર નીકળતી જોવા મળે છે.

એવામાં તાજેતરમાં જ કરીના તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે કરીનાએ લાઈટ બ્લુ લોન્ગ ફ્રોક પહેર્યું હતું, અને પિન્ક કલરના ચપ્પલ પહેર્યા હતા. હંમેશાની જેમ બેબો ખુબ જ સુંદર લાગી રહી હતી.

આ સમયે કરીના ખુબ જ ખુશ દેખાઈ રહી હતી અને તેના ચેહરા પર પ્રેગ્નેન્સીની અનોખી ચમક પણ દેખાઈ રહી હતી. આ સમયે મીડિયાએ પણ કરીનાને કેપ્ચર કરી લીધી હતી અને કરીનાએ પણ હંમેશાની જેમ કેમેરા સામે પોઝ આપ્યા હતા.

જો કે કારમાંથી ઉતરતી વખતે કરીનાનું બેલેન્સ થોડું બગડી ગયું અને તે થોડી ડગમગી ગઈ હતી. જો કે પછી કરીનાએ પોતાને ખુબ સરળતાથી સંભાળી લીધી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. બીજા બાળકના જન્મ પછી કરીના કરન જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તની શૂટિંગ પૂર્ણ કરશે.