તૈમુરનો નાના ભાઇ જેહના પેદા થયો એની પહેલા કરીના કપૂરે આવું ફોટોશૂટ કરાવેલું- ફેન્સ બોલ્યા કે શું મજા આવી?
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરી 2021ના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. આ સાથે જ સૈફ ચાર બાળકોના પિતા બની ગયા હતા. હાલમાં જ કરીના કપૂરના પિતા અને બોલિવુડના દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે ખુલાસો કર્યો હતો કે કરીનાના નાના દીકરાનું નામ જેહ રાખવામાં આવ્યુ છે.
તમને જણાવી દઇએ કે, કરીના કપૂરે તેની પ્રેગ્નેંસીના અનુભવોને જાહેર કરતા એક પુસ્તક લોન્ચ કર્યુ છે. ખાસ વાત તો એ છે કે, અભિનેત્રીએ હવે તેના પુસ્તકના કવર શુટથી તેના પૂર્ણ વિકસિત બેબી બંપને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.
કરીનાએ તાજેતરમાં શેર કરેલી તસવીરમાં તે સ્પોર્ટ્સ બ્રામાં આરામદાયક સફેદ શર્ટ અને જોગર પેંટ સાથે જોવા મળી રહી છે. બે બાળકોની માતા કરીનાએ તેના વાળને મુલાયમ કર્લ સ્ટાઇલમાં કર્યા છે અને તેણે તેના હાથને પોકેટમાં રાખી કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા છે.
કરીનાની આ તસવીરોને સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા દ્વારા શેર કરવામાં આવી છે.તેણે જણાવ્યુ કે, તેમણે આ ફોટોશૂટ બીજા બાળકના જન્મના એક સપ્તાહ પહેલા કરાવ્યુ હતુ. રોહન શ્રેષ્ઠાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેને કરીનાએ પોસ્ટ કરી છે.
રોહને લખ્યુ કે, તેમની બીજી ડિલીવરીના ઠીક એક સપ્તાહ પહેલા. બેબોનું પોટ્રેટ શુટ કરવું એ ખુશીની વાત છે. બીજીવારનું હતુ આ, પહેલી વાર વર્ષ 2017ની ગરમીઓમાં…
કરીનાએ આ તસવીરોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી ચે. આ સાથે તેણે રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યા છે. તેની પુસ્તકની વાત કરીએ તો, તેનું ટાઇટલ ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નેંસી બાઇબલ : ધ અલ્ટીમેટ મૈનુઅલ ફોર મોમ્સ-ટુ-બી’ છે.
આ પુસ્તકને અભિનેત્રી અને અદિતિ શાહ ભીમજયાનીએ લખ્યુ છે. આ પહેલા કરીનાએ એક નાની વીડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં કેટલાક ગ્રાફિક્સ સાથે બેબી બંપ ફ્લોન્ટ કરતી કરીના કપૂર ખાનને જોવામાં આવે છે.
કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે હવે આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ ટોમ હૈંક્સ ફોરેસ્ટ ગંપ પર આધારિત છે. તે છેલ્લે દિવંગત અભિનેતા ઇરફાન ખાનની ફિલ્મ “અંગ્રેજી મીડિયમ”માં જોવા મળી હતી.
View this post on Instagram