મનોરંજન

કરીના કપૂર : કોરોનામાં આ લોકો માટે કરીનાનું છલકાયુ દર્દ, કહ્યુ- તેમનુ દર્દ કોઇ સમજી શકતુ નથી

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવ્યો છે. છેલ્લા 2 દિવસથી કોરોના સંક્રમણના કેસ ત્રણ લાખથી ઓછા આવી રહ્યા છે.

જે થોડી રાહતની ખબર છે. કેટલાક અનજીઓ અને સંસ્થાઓ કોરોનાથી પીડિત લોકો અને તેમના પરિવારને રાહત પહોંચાડવામાં જોડાયેલા છે. તેમાં બોલિવુડ સેલેબ્સ પણ પાછળ નથી. છેલ્લા વર્ષથી તો બોલિવુડ અભિનેતા સોનુ સૂદ સતત લોકોની મદદમાં લાગેલા છે.

હવે બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે એ મહિલાઓની મદદ માટે પોસ્ટ શેર કરી છે જેમણે આ મહામારીમાં તેમના પતિ ગુમાવ્યા છે. કરીનાએ તેમની દુર્દશા પર સહાનુભૂતિ વ્યક્ત કરી અને પોસ્ટમાં જણાવ્યુ કે કેવી રીતે કોવિડ વિડોજ તેમને રોજગાર શોધવામાં મદદ મળી શકે છે.

કરીના કપૂર ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. એવી મહિલાઓ જેમણે મહામારીમાં તેમના પતિ ગુમાવ્યા છે અને તેઓ બેરોજગારી આગળ મજબૂર છે.

તેમના માટે આ જાણકારી શેર કરવામાં આવી છે. કરીના કપૂરે એ મહિલાઓના પ્રતિ સહાનુભૂતિ જાહેર કરી છે. કરીના કપૂર ખાને પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે, જે તેમના જીવનસાથીને ખોઇ ચૂકી છે તે મહિલાઓનુ દર્દ આપણે સમજી શકતા નથી. પરંતુ તેમની સહાયતા જરૂર કરી શકીએ છીએ.

Image source

તેમાં એક વેબસાઇટનો ઉલ્લેખ છે જે કાઉંસિલિંગ, મેટરિંગ અને ચાર ચરણો રીતે મહિલાઓને રોજગાર આપવામાં મદદ કરશે.