મનોરંજન

સેફની કરીના કપૂર સાથેના લફરાંને લઈને શાહિદ કપૂરે તોડ્યું મૌન, કહ્યું કે…

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર હાલમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મની તૈયારીમાં લાગેલી છે. તાજેતરમાં જ કરીના કપૂરે અનુપમા ચોપરાને એક ઇન્ટરવ્યૂ આપ્યો જેમાં અભિનેત્રીએ તેના શાહિદ કપૂર સાથેના બ્રેકઅપથી લઈને સૈફ અલી ખાન સાથેના લગ્ન સુધીની સફર વિશે જણાવ્યું છે.

Image Source

અભિનેત્રી કરીના કપૂર ખાન અને શાહિદ કપૂર બોલિવૂડના ચર્ચિત કપલ ​​રહી ચૂક્યા છે. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. કરીના કપૂર અને શાહિદ કપૂરે ઘણી ફિલ્મો પણ સાથે કરી હતી. આ બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી, પરંતુ થોડા સમય પછી કરીના અને શાહિદનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

Image Source

કરીના કપૂરે તેના ઇન્ટરવ્યૂમાં ‘જબ વી મેટ’ વિશે વાત કરતાં કહ્યું હતું કે તે આ ફિલ્મના સેટ પર પણ ‘ટશન’ માટે વધુ ઉત્સાહિત હતી. તેણે કહ્યું કે ‘ટશન’માં તે મુખ્ય અભિનેત્રી હતી, જેના માટે તેનું વજન ઓછું કરવાનું હતું.

Image Source

તેણે કહ્યું કે તે ‘ટશન’માં કામ કરવા માટે વધારે રાહ જોઈ શકતી ન હતી, તે સમયે તેણે વિચાર્યું કે આ ફિલ્મ તેના જીવન અને કારકીર્દિને બદલી શકે છે. ઇન્ટરવ્યૂમાં કરીનાએ એમ પણ કહ્યું હતું કે તે ‘જબ વી મેટ’ના સમયે શાહિદને ડેટ કરી રહી હતી અને તેણે જ કરીનાને’ જબ વી મેટ ‘ની સ્ક્રિપ્ટ પર વિચાર કરવા કહ્યું હતું.

Image Source

શાહિદ કપૂર વિશે વાત કરતા કરીના કપૂરે કહ્યું, ‘શાહિદે જ મને કહ્યું હતું કે મારે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવી જોઈએ. એવું હતું કે ‘આ ખૂબ શાનદાર છે, છોકરીનો ભાગ જબરદસ્ત છે અને તારે તે સાંભળવું જોઈએ.’ તે આ ફિલ્મ સાથે કરવા માંગતો હતો અને અમે સાથે મળીને આ ફિલ્મ પૂર્ણ કરી.’

Image Source

બ્રેકઅપ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, ‘ખરેખર, નિયતિની પોતાની જુદી જ યોજના હતી અને જીવને પોતાનો અલગ જ રસ્તો નક્કી કર્યો હતો. આ ફિલ્મ અને ‘ટશન’ બનાવવામાં ઘણું બધું થયું અને અમારા જીવનમાં પણ. અમે બંને જ પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. અને ફિલ્મની સુંદરતા તેમાંથી નીકળીને બહાર આવી.’

Image Source

‘ટશન’ વિશે વાત કરતા કરીના કપૂરે કહ્યું કે, ‘આ ફિલ્મે મારી જિંદગી બદલી નાંખી, કારણ કે અહીં હું મારા સપનાના રાજકુમારને મળી શકી અને મેં તેની સાથે લગ્ન પણ કર્યાં. અને શાહિદ સાથેના સંબંધનો એક અલગ જ કોર્સ હતો, જેમાં અમે અમારો જુદો રસ્તો પસંદ કર્યો.’

Image Source

તેણે કહ્યું, ‘તે સમયે વ્યક્તિગત અને વ્યવસાયિક રૂપે દરેક વસ્તુને હેન્ડલ કરવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. જે રીતે ફિલ્મના બીજા હાફમાં ગીતની જિંદગી બદલાઈ જાય છે, એવું જ ત્યારે મારા જીવનમાં પણ તે ફિલ્મ બનતી વખતે થયું.’

Image Source

કરીના કપૂર પોતાની ફિલ્મ ‘જબ વી મેટ’ અને ‘ટશન’ને તેની જીવન-કારકીર્દિની સૌથી ખાસ ફિલ્મો માને છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, ‘જબ વી મેટ’એ જ્યારે તેની કારકિર્દી બદલી, જયારે ટશનના સેટ પર કરીનાના સૈફ મળ્યો જેનાથી તેનું આખું જીવન બદલાઈ ગયું. કરીનાએ કહ્યું કે, ‘હું ટશનના સમયે મારો રોલ, ફિગર વિશે વધુ ઉત્સાહિત હતી. ટશને મારું જીવન બદલી નાખ્યું હતું કારણ કે આ ફિલ્મ દ્વારા હું મારા જીવન સાથીને મળી હતી.’

કરીનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો કરીના ઇરફાન સાથે અંગ્રેજી મીડીયમમાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહી છે. આ સિવાય તેના હાથ પર તખ્ત ફિલ્મ પણ છે.