ખબર

શા માટે કોઇ ફિલ્મમાં એક સાથે જોવા નથી મળી કરીના અને કરિશ્મા કપૂર, બેબોએ કર્યો ખુલાસો..!

લોલો અને બેબો જોવા મળી શકે છે કરિશ્માની આ સુપરહિટ ફિલ્મની સિક્વલમાં?

હિન્દી સિનેમાની ફર્સ્ટ ફેમિલી કહેવાતા કપૂર ખાનદાનની દીકરીઓ ક્યારેય ફિલ્મોમાં પગ મુક્યો નથી. પરંતુ રણધીર કપૂર અને બબીતાની બંને દીકરીઓ કરીના અને કરિશ્મા કપૂરે પરિવારના આ નિયમને તોડીને પોતાની અલગ જગ્યા બનાવી છે.

કરિશ્મા કપૂર 90ના દાયકામાં બોલિવુડની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં હિરોઇન રહી ચુકી છે. જ્યારે કરીના કપૂરને પણ ઇન્ડર્સ્ટ્રીમાં આવે 20 વર્ષ થઇ ચુક્યા છે. પરંતુ નવાઇએ વાતની છે કે, બોલિવુડની આ બે મોટી હિરોઇનો અને સગી બહેનો ક્યારેય પરદા પર સાથે જોવા મળી નથી.

કરીના અને કરિશ્મા બંને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ સાથે આ બંને અભિનેત્રીઓએ કામ કર્યુ નથી. જો કે જાણવા મળ્યું હતું કે થોડા સમય પહેલા વર્ષ 2001માં આવેલી ફિલ્મ `ઝુબૈદા’ના સિક્વલ માટે બંને બહેનોનો અપ્રોચ કરવામાં આવ્યો હતો. પરંતુ તેના વિશે હજી સુધી માહિતી જાણવા મળી નથી.

કરિશ્મા અને કરીના આ બંનેએ સાથે કામ કેમ નથી કર્યું, તેના વિશે કરીના કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે,`હુ મારી બહેન લોલો સાથે કામ કરવા ઇચ્છીએ છીએ. પરંતુ આજ સુધી અમને કોઇ સારી સ્ક્રિપ્ટ ઓફર થઇ જ નથી. જે અમને બંનેને પસંદ આવે.વધુમાં આ વિશે વાત કરતા કહ્યું કે, જો અમારી પાસે કોઇ સારી સ્ક્રિપ્ટની ઓફર આવશે તો ચોક્કસ અમે સાથે કામ કરીશું.’

નોંધનીય છે કે કરીના અને કરિશ્મા ભલે ઓન સ્ક્રીન સાથે પોતાની બોન્ડિંગ બતાવી શકી નથી. પરંતુ બંને બહેનો વચ્ચે કેટલો પ્રેમ અને બોન્ડિંગ છે તે તો તેમના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ દ્વારા જ ખ્યાલ આવી જાય છે. બંને બહેનો ફરવાનું હોય કે પાર્ટી કે પછી શોપિંગ હોય હંમેશા સાથે જોવા મળે છે. જે તેમના વચ્ચેનું બોન્ડિંગ બતાવે છે. એટલુ જ નહીં કરીનાએ ઇનસ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે ત્યારથી થ્રોબેક ફોટોઝમાં કરીના અને કરિશ્માના જુના ફોટોઝ જોવા મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કરીના સતત ઇન્ડર્સ્ટ્રીમાં એક્ટિવ રહે છે. તો બીજી તરફ કરિશ્મા કપૂર લાંબા સમય બાદ ફિલ્મની દુનિયાથી દૂર થઇ ગઇ છે. લાંબા સમય બાદ કરિશ્મા વેબ સીરિઝ `મેન્ટલહુડ’ દ્વારા પાછી આવી રહી છે.

તો બહેન કરીના કપૂર છેલ્લે `અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. જેમાં કરીના ઇરફાન ખાન સાથે પોલિસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી હતી. કરીનાની અગામી ફિલ્મ`લાલ સિંહ ચઢ્ઢા’માં આમીર ખાન સાથે જોવા મળશે.