ખબર મનોરંજન

કરીનાથી લઈને શિલ્પા શેટ્ટી સુધીના આ સિતારોએ આ રીતે મનાવ્યો ક્રિસમસનો તહેવાર, જુઓ તસવીરો

આજે 25 ડિસેમ્બર એટલે નાતાલનો તહેવાર. આ તહેવાર દુનિયાભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે બોલીવુડના સિતારાઓ પણ આ તહેવારને ખાસ રીતે મનાવતા હોય છે, આજે આપણે જોઈએ કે કેવી રીતે કોરોના વચ્ચે પણ બોલીવુડના કેટલાક ખ્યાતનામ સિતારાઓએ નાતાલના તહેવારની ઉજવણી કેવી રીતે કરી.

કરીના કપૂર:
પોતાની પ્રેગ્નેંસીના દિવસો માણી રહીલે અભિનેત્રી કરીના કપૂર  અને તેના પતિ સૈફ અલી ખાને દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિવાર અને કેટલાક ખાસ મિત્રો સાથે ક્રિસમસની પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં કરિશ્મા કપૂર પણ પોતાની દીકરી સમયારા કપૂર સાથે પહોંચી હતી. તો કૃણાલ ખેમુ પણ પોતાની પત્ની સોહા અલી ખાન સાથે હાજર હતો. કરીના કપૂરે પોતાના ઇન્સટાગ્રામ  ઉપર ડિનર ટેબલ પરનો  ફોટો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Navya Naveli Nanda (@navyananda)

અમિતાભ બચ્ચન:
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે. જેમાં આખી જ બચ્ચન પરિવાર નજર આવી રહ્યો છે. આખા પરિવાર સાથે ક્રિસમસનો આણંદ માની રહેલો બચ્ચન પરિવાર ખુબ જ ખુશ દેખાઈ રહ્યો છે.

પ્રિયંકા ચોપડા:
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પણ ક્રિસમસની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરી છે. તેને પણ ક્રિસમસ ટ્રીની તસ્વીર શેર કરી છે.3

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યા પાંડે:
બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે જેમાં તે ક્રિસમસ ટ્રી સાથે બેઠેલી જોવા મળે છે.

શિલ્પા શેટ્ટી:
અભિનેત્રી શિલ્પા શેટ્ટી  ગોવાની અંદર પોતાની રજાઓ મનાવી રહી છે. તે દરમિયાન તેને પોતાના  પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી.  શિલ્પાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં  બધા કાર્ટૂન અંદાજમાં ક્રિસમસ માનવતા દેખાઈ રહ્યા છે.