બોલીવુડમાં આમ તો ઘણા કપલ છે. પરંતુ બોલીવુડના છોટે નવાબ સૈફ અલીખાન અને કરીના કપૂરની જોડી કંઈક હટકે છે. બોલીવુડના કપલ તેની અલગ-અલગ કેમસ્ટ્રીને કારણે ફેમસ છે. 16 ઓક્ટોબરે સૈફ-કરીનાએ તેની 7મી મેરેજ એનિવર્સી ઉજવી હતી. આવો જાણીએ તેના વિશેની જાણી-અજાણી વાતો.
કરીના સૈફ કરતા 10 વર્ષ નાની છે. સૈફ અને કરીનાની લવ સ્ટોરીની શરૂઆત 2012માં થઇ હતી. કરીનાએ સૈફને એ અદાઓથી પાગલ કર્યો હતો કે સૈફે લગ્ન કરી લીધા હતા. સૈફ અને કરીનાના લગ્નની ચર્ચા ચારેબાજુ થઇ હતી. સૈફ-કરીના બંને વચ્ચે એટલો પ્રેમ હોય ત્યારે કરીનાએ લગ્ન કરીને એ સાબિત કરી દીધું હતું કે, પ્રેમમાં ઉંમરને કોઈ સ્થાન નથી. આ બન્નેની લવસ્ટોરીની શરૂઆત ‘ ટશન’ ફિલ્મથી થઇ હતી.આ ફિલ્મ તો ફ્લોપ ગઈ હતી. પરંતુ સૈફ-કરીનાનો પ્રેમ સુપરહિટ રહ્યો હતો.
લોકોને સૈફ-કરિનાની લવસ્ટોરીની ખબર ત્યારે પડી જયારે કરીનાએ સૈફનાં નામનું ટેટુ કરાવ્યું હતું. ત્યારબાદ બન્નેનું બોન્ડીગ જબરદસ્ત રહ્યું હતું. સૈફ અને કરીનાએ લગ્ન પહેલા કે લગ્ન પછી ક્યારે પણ તેના પ્રેમને છુપાવવાની કોશિશ નથી કરી. બન્ને વારંવાર એકસાથે સ્પોટ થતા જ રહે છે.
કરીનાએ એકે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેણીએ લગ્ન પહેલા સૈફ પાસે એક શરત રાખી હતી કે, ‘શરત એ હતી કે, હું તમારી પત્ની બન્યા બાદ હું કામ કરીશ, પૈસા કમાઈશ તો તમેં મને ઉમ્રભર સપોર્ટ કરશો? હું એક માતા બન્યા બાદ પણ ફિલ્મી કરિયર પર તેની કોઈ અસર નહીં પડવા દઉં.’ છોટે નવાબે આ શરત મંજુર રાખતા જ કરીના તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ હતી. કરીના અને સૈફે 16 ઓક્ટોબર 2012માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ 2016માં કરીનાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તૈમુરને જન્મ આપ્યો હતો.