નવા ફોટોઝમાં જુઓ માંડ માંડ ચાલતી જોવા મળી, લોકોએ કરી ટ્રોલ
બોલીવુડની બેબો કરીના કપૂર ખાન હાલ તો તેની બીજી પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. કરીના હાલ તેની પ્રેગ્નેન્સીનો ખ્યાલ રાખી રહી છે. આ સાથે જ તે કામ પણ કરી રહી છે. કરીના કયારે પણ તેની ફેશન સેન્સથી ફેન્સને નિરાશ નથી કરતી. કરીના કપૂર ખાનની ગણના એ એક્ટ્રેસમાં થાય છે જે હંમેશા ફેશન ફોરવર્ડ કપડાં પહેરવા માટે ઓળખવામાં આવે છે. બેબોના રેડ કાર્પેટના લુક્સની વાત હોય અથવા તો મેટરનિટી ફેશનની વાત હોય તેની સ્ટાઇલ જોવાલાયક હોય છે.

એ વાતમાં પણ કોઈ શંકા નથી કે, બેબોની બીજી પ્રેગનેન્સી સાથે તેની મેટરનિટી સ્ટાઇલ પણ પુરી તરહથી બદલાઈ ચુકી છે. હવે કરીના તેના બેબી બંપને ફ્લોન્ટ કરવા માટે રિલેક્સ સિલહુટ અને બ્રિજી કફ્તાન જેવા આઉટફિટને વધુ પહેરી રહી છે. કરીનાનો આ લુક ત્યારે જોવા મળ્યો જયારે કરીના સીટી આઉટિંગ દરમિયાન સ્પોટ થઇ હતી.

કરીના તેના બાંદ્રાના ઘરે કરવા ચોથના ખાસ દિવસે ફેમલી લંચના સમયે સ્પોટ થઇ હતી. આ લંચ પાર્ટીમાં અનીષા મલ્હોત્રા, તારા સુતરીયા, અમન જૈન, આદર ખાન હાજર રહ્યા હતા.

કરીનાનાઓવર લુકની વાત કરવામાં આવે તો તે એક્ટ્રેસ કેઝ્યુઅલ આઉટિંગ દરમિયાન ગીંગમ પિન્ક કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ સાથે જ ગોલ્ડન ફ્લેટ ચંપલ અને વાળને બાંધીને લુકને પૂર્ણ કર્યો હતો. કોરોનાના કારણે કરીનાએ સફેદ કલરનું માસ્ક પણ પહેર્યું હતું.

આ કહેવું બીલકુલ ખોટું નથી કે. બોલીવુડ ફિલ્મ અને એક્ટ્રેસ હંમેશા ટ્રેડસેન્ટર રહે છે જે તેના લેટેસ્ટ લુક, ટ્રેડર્સ અને સ્ટાઇલિંગથી ફેન્સને ફેશન ગોલ્સ આપે છે. આવું જ કંઈક ગીંગમ ડ્રેસ સાથે પણ છે.

જણાવી દઈએ કે જ્યારે અનલોકની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કરીના પતિ સૈફ અને તૈમૂર સાથે દિલ્હી આવી હતી. અહીં તેણે આમિર ખાન સાથે તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું બાકીનું શૂટિંગ પૂર્ણ કર્યું. તે હોલીવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ની રીમેક છે. આ ફિલ્મ આવતા વર્ષે નાતાલ પર રીલીઝ થશે.