ખબર ફિલ્મી દુનિયા

છેલ્લી તસવીરો: રણબીર કપૂરે કાંધ આપી, માલદીવ્સથી આવતા જ આલિયા ભટ્ટ અંતિમ દર્શનાર્થે દોડી ગઈ

રાજીવને કપૂરને અંતિમ વિદાય આપવા માટે ભેગો થયો પરિવાર, કરીના અને રણબીરથી લઇને તારા સુતારિયા પણ પહોંચી

રાજ કપૂરના ત્રણ દીકરાઓમાં રાજીવ કપૂર સૌથી નાના હતા. ત્રણ ભાઇઓમાં રણધીર કપૂર મોટા છે. રણધીર કપૂર અને રાજીવ કપૂરની ઉંમરમાં લગભગ 15 વર્ષ જેટલો ફરક છે.

બોલિવુડ ફિલ્મ નિર્માતા અને અભિનેતા તેમજ બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું આજે નિધન થઇ ગયું છે. તેઓ 58 વર્ષના હતા. રાજીવ કપૂરની તબિયત ખરાબ થયાના સમાચાર મળતા જ મોટા ભાઇ રણધીર કપૂર તરત જ પહોંચી ગયા હતા. રાજીવ કપૂરના અંતિમ સમયમાં રણધીર કપૂર તેમની સાથે હતા.

હોસ્પિટલથી રાજીવ કપૂરના પાર્થિવ દેહને લઇને રણધીર કપૂર ઘરે પહંચી ચૂક્યા છે. રણધીર કપૂરની સાથે તેમનો ભત્રીજો અરમાન જૈન પણ હોસ્પિટલ પહોંચ્યો હતો.રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર પરિવાર આવી ગયો છે. સેલેબ્સ પણ પહોંચી ચૂક્યા છે.

રણધીર કપૂરના ચહેરા પર ભાઇને ખોયાનું દર્દ ખૂબ જ દેખાઇ રહ્યુ છે. રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા માટે કરીના કપૂર, કરીશ્મા કપૂર, ચંકી પાંડે, સંજય કપૂર, આદર જૈન, અરમાન જૈન, રણબીર કપૂર વગેરે પહોંચી ગયા છે.

બૉલીવુડ એક્ટર રિશી કપૂરના સૌથી નાના ભાઈ 58 વર્ષીય રાજીવ કપૂરનું આજે મંગળવારના રોજ નિધન થયું હતું. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર ચેમ્બુરના હિંદુ સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. તેમની અર્થીને રણબીર કપૂર, આદર-અરમાને કાંધ આપી હતી. તસ્વીરોમાં જોઈ શકો છો કે રણધીર કપૂરે દોણી પકડી હતી. ત્યારબાદ શબવાહિનીમાં રાજીવ કપૂરનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો. શબવાહિનીમાં રણધિર કપૂર તથા રણબીર કપૂર બેઠાં હતાં.

નાના ભાઈના આ સમાચાર સાંભળીને રણધીર કપૂર તરત જ ભાંગી પડ્યા હતા અને અસ્પતાલની બહાર લાકડીને ટેકે ચાલતા રણધીર કપૂરને માણસોએ ટેકો આપીને સંભાળ્યા હતા. એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેના શૂટિંગમાંથી બ્રેક લઈને માલદીવ વેકેશન મનાવવા ગઈ હતી. આજે એ પણ વિદેશમાં માલદીવ્સથી પરત ફરી હતી. આલિયાએ રાજીવ કપૂરના ઘરે જઈને કપૂર પરિવારને સાંત્વના પાઠવી હતી. શાહરુખ ખાન પણ અંતિમ દર્શનાર્થે આવ્યો હતો.

રાજીવ કપૂરે ભલે ફિલ્મોમાં તેમની ઓળખ ન બનાવી હોય પરંતુ તે કપૂર પરિવારનો અટૂટ હિસ્સો હતા. કપૂર પરિવાર સાથે તેમની ખાસ બોન્ડિંગ હતી.રાજીવ કપૂર ઋષિ કપૂર અને રણધીર કપૂર સાથે ઘણી સારી બોન્ડિંગ ધરાવતા હતા. ગયા વર્ષે જ કપૂર પરિવારે ઋષિ કપૂરને ગુમાવ્યા છે અને હવે તેમને ફરી એક વડીલને ગુમાવ્યા છે.